Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આમિર બાદ ડીપફેક વિડિયોનો શિકાર બન્યો રણવીર સિંહ

આમિર બાદ ડીપફેક વિડિયોનો શિકાર બન્યો રણવીર સિંહ

19 April, 2024 06:02 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘વોટ ફૉર ન્યાય’ કહી કૉન્ગ્રેસ પાર્ટીને સપોર્ટ કરતો ખોટો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે

રણવીર સિંહની તસવીર

રણવીર સિંહની તસવીર


આમિર ખાન બાદ હવે રણવીર સિંહ પણ ડીપફેક વિડિયોનો શિકાર બન્યો છે. આ વિડિયોમાં રણવીર પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની ટીકા કરી કૉન્ગ્રેસ પાર્ટીને સપોર્ટ કરવા માટે લોકોને વિનંતી કરી રહ્યો છે. તે ‘વોટ ફૉર ન્યાય’ અને ‘વોટ ફૉર કૉન્ગ્રેસ’ કહેતો જોવા મળી રહ્યો છે. રણવીર હાલમાં જ વારાણસીમાં મનીષ મલ્હોત્રાના ફૅશન શોમાં જોવા મળ્યો હતો. આ વિડિયો ત્યાં શૂટ કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે આ એક ખોટો વિડિયો છે. આમિર ખાનનો આવો વિડિયો બહાર આવતાં તેણે પોલીસ-ફરિયાદ કરી હતી. રણવીરે આ વિશે અત્યાર સુધી કોઈ નિર્ણય નથી લીધો. જોકે આમિરની જેમ તે પણ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરે તો નવાઈ નહીં.


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2024 06:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK