Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનન્યા પાન્ડેનો પિતા હોવાનો મને ગર્વ છે: ચંકી

અનન્યા પાન્ડેનો પિતા હોવાનો મને ગર્વ છે: ચંકી

28 July, 2021 11:54 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનન્યાએ ૨૦૧૯માં કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી

અનન્યા પાન્ડે, ચંકી પાન્ડે

અનન્યા પાન્ડે, ચંકી પાન્ડે


અનન્યા પાન્ડેના પિતા તરીકે ઓળખાવવામાં ચંકી પાન્ડેને કોઈ વાંધો નથી. અનન્યા તેમની મોટી દીકરી છે જેણે ૨૦૧૯માં કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેને ઘણી પૉપ્યુલરિટી મળી છે અને તેના ટ્વિટર પર ૩૧.૫૭ લાખ ફૉલોઅર્સ અને ઇન્સ્ટાગ્રામ પર ૧૯.૬ મિલ્યન ફૉલોઅર્સ છે. તે હાલમાં દીપિકા પાદુકોણ સાથેની અને વિજય દેવરાકોન્ડા સાથેની ‘લાઇગર’માં કામ કરી રહી છે. અનન્યાની સફળતા વિશે વાત કરતાં ચંકી પાન્ડેએ કહ્યું હતું કે ‘હું ઍક્ટર બન્યો એ પહેલાં હું ફેમસ ડૉક્ટર પેરન્ટ્સનો દીકરો હતો. હું હંમેશાં ડૉક્ટર પાન્ડેનો દીકરો, નૉટી દીકરો તરીકે જાણીતો હતો. ૧૯૮૭માં હું ઍક્ટર બન્યો ત્યાર બાદ એક દિવસ મારા પિતા દિલ્હીમાં હાર્ટ સર્જ્યનની કૉન્ફરન્સમાં હાજરી આપવા ગયા હતા. ત્યાં તેમને ડૉક્ટર પાન્ડે જેઓ ઍક્ટર ચંકી પાન્ડેના પણ પિતા છે એ રીતે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા. મારા પિતા ખૂબ જ ખુશ થઈ ગયા હતા. એ સમયે મોબાઇલ તો નહોતા, પરંતુ તેમણે એસટીડી પરથી ફોન કરીને મને કહ્યું હતું કે તેમને મારા પર ખૂબ જ ગર્વ છે કારણ કે મને તારા પિતા તરીકે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો છે. એવું હવે મારી સાથે થશે. મને જ્યાં પણ અનન્યા પાન્ડેના પિતા તરીકે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે ત્યારે એ મારા માટે ખુશીની વાત હશે. મારી સફળતાને જોવા કરતાં મારી દીકરીની સફળતા જોવામાં મને વધુ ખુશી મળે છે. મને ગર્વ છે કે હું અનન્યા પાન્ડેનો પિતા છું અને હું હંમેશાંથી એ રીતે ઓળખાવા માગતો હતો. મારી અન્ય એક દીકરી પણ છે રઈસા પાન્ડે અને હું તેના પિતા તરીકે પણ ઓળખાવવા માગું છું.’


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2021 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK