Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ચાંદની બારની સીક્વલના મેકર્સ વિરુદ્ધ મધુર ભંડારકરે નોંધાવી ફરિયાદ

ચાંદની બારની સીક્વલના મેકર્સ વિરુદ્ધ મધુર ભંડારકરે નોંધાવી ફરિયાદ

Published : 09 October, 2025 11:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મધુર ભંડારકરે ફિલ્મની સીક્વલ બનાવનારા નિર્માતા સંદીપ સિંહ અને ડિરેક્ટર અજય બહલ વિરુદ્ધ IMPPAમાં ફરિયાદ નોંધાવી છે

મધુર ભંડારકર

મધુર ભંડારકર


૨૦૦૧માં તબુ અને અતુલ કુલકર્ણીની ફિલ્મ ‘ચાંદની બાર’ આવી હતી. આ ફિલ્મને સારી એવી સફળતા મળી હતી અને એણે નૅશનલ અવૉર્ડ સહિત ઘણા અવૉર્ડ્સ જીત્યા હતા. થોડા સમય પહેલાં રિપોર્ટ હતો કે નિર્માતા સંદીપ સિંહ અને ડિરેક્ટર અજય બહલ ‘ચાંદની બાર’ની સીક્વલ ‘ચાંદની બાર રિટર્ન્સ’ બનાવી રહ્યા છે. હવે મૂળ ફિલ્મના ડિરેક્ટર મધુર ભંડારકરે તેની પરવાનગી લીધા વગર ટાઇટલમાં ‘ચાંદની બાર’ શબ્દ વાપરવા બદલ સીક્વલના નામ પર વિરોધ વ્યક્ત કરીને ફરિયાદ નોંધાવી છે.

આ વિવાદમાં મધુર ભંડારકરે ફિલ્મની સીક્વલ બનાવનારા નિર્માતા સંદીપ સિંહ અને ડિરેક્ટર અજય બહલ વિરુદ્ધ ભારતીય મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ અસોસિએશન (IMPPA)માં ફરિયાદ નોંધાવી છે. મધુર ભંડારકરની ફરિયાદમાં કહેવામાં આવ્યું કે સીક્વલમાં ‘ચાંદની બાર’નું ટાઇટલ પરવાનગી વિના ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. ફરિયાદ પછી અસોસિએશને નિર્માતાઓને તુરંત તેમના પ્રોજેક્ટ માટે આ શીર્ષકનો ઉપયોગ બંધ કરવાનો આદેશ આપ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2025 11:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK