રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવીની ‘રામાયણ’ પાંચમી નવેમ્બરે દુનિયાભરનાં થિયેટરોમાં રિલીઝ થવાની છે. દિવાળીના બરાબર પહેલાં રિલીઝ થઈ રહેલી આ ફિલ્મને લઈને દર્શકોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રણબીર કપૂર
રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવીની ‘રામાયણ’ પાંચમી નવેમ્બરે દુનિયાભરનાં થિયેટરોમાં રિલીઝ થવાની છે. દિવાળીના બરાબર પહેલાં રિલીઝ થઈ રહેલી આ ફિલ્મને લઈને દર્શકોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે ‘રામાયણ’ને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. CBFCની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ‘રામાયણ’ને U સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે તમામ વયજૂથના દર્શકો આ ફિલ્મ જોઈ શકશે. ફિલ્મનો સમયગાળો ૧૯૫ મિનિટ એટલે કે આશરે ૩ કલાક અને ૧૫ મિનિટ નોંધવામાં આવ્યો છે. જોકે સેન્સર બોર્ડે ફિલ્મમાં કોઈ દૃશ્ય કાપ્યાં છે કે અન્ય કોઈ ફેરફાર કર્યા છે કે નહીં એની સત્તાવાર માહિતી હજી સામે આવી નથી.
નિતેશ તિવારીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી માતા સીતા અને યશ રાવણની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં સની દેઓલ, રવિ દુબે, રકુલ પ્રીત સિંહ, અરુણ ગોવિલ અને લારા દત્તા સહિતના અનેક કલાકારો પણ મહત્ત્વની ભૂમિકામાં છે. હિન્દી ઉપરાંત આ ફિલ્મ તામિલ, કન્નડા, તેલુગુ, મલયાલમ અને અંગ્રેજી ભાષામાં પણ દર્શકો સુધી પહોંચશે.
