એવો તેણે દાવો તો કર્યો છે, પણ ૨૦૧૮માં ઐશ્વર્યા રાય બચ્ચનનો ડ્રેસ વધુ લાંબો હતો
દીપ્તિ સાધવાણી
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળેલી દીપ્તિ સાધવાણીએ ફ્રાન્સમાં ચાલી રહેલા ૭૭મા કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યો છે. ૧૪ મેથી ૨૫ મે સુધી ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા ફિલ્મ-ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર તે જોવા મળી છે. આ રેડ કાર્પેટ પર તેણે અંદાજે ૧૪ ફીટનો ડ્રેસ પહેર્યો હતો જેને તે રેકૉર્ડ-બ્રેકિંગ લૉન્ગેસ્ટ ટ્રેલ ગાઉન કહી રહી છે. જોકે આ પહેલાં ઐશ્વર્યા રાય બચ્ચને ૨૦૧૮માં આ જ ફિલ્મ ફેસ્ટિવલમાં ૨૦ ફીટ લાંબો ડ્રેસ પહેર્યો હોવાની ચર્ચા છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દીપ્તિ ગોકુલધામ પ્રીમિયર લીગ સીઝન 3ની હોસ્ટ બની હતી. તેણે કૉમેડી રિયલિટી શો ‘હાસ્ય સમ્રાટ’ને પણ હોસ્ટ કર્યો હતો. દીપ્તિએ ‘નઝર હટી દુર્ઘટના ઘટી’ અને ‘રૉક બૅન્ડ પાર્ટી’ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.