તેની ફિલ્મ ‘સિસ્ટર મિડનાઇટ’નું પ્રીમિયર આ ફિલ્મ ફેસ્ટિવલમાં કરવામાં આવ્યું હતું
અશોક પાઠક
ઍમેઝૉન પ્રાઇમના વેબ-શો ‘પંચાયત’માં બિનોદનું પાત્ર ભજવનાર અશોક પાઠક ફ્રાન્સમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી ગયો છે. તેણે વિશ્વના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી છે. આ શોમાં તેનું પાત્ર ડાયલૉગ બોલે છે, ‘દેખ રહે હો બિનોદ?’ એ ડાયલૉગ ખૂબ લોકપ્રિય થયો હતો અને એના પર ઘણાં બધાં મીમ્સ બનાવવામાં આવ્યાં હતાં. આ મીમ્સને કારણે તે ખૂબ ફેમસ થયો હતો. જોકે તેની લોકપ્રિયતામાં હવે વધુ ઉમેરો થયો છે. ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામ ફુલેરાથી બિનોદ હવે સીધો ફ્રાન્સ પહોંચી ગયો છે. તેની ફિલ્મ ‘સિસ્ટર મિડનાઇટ’નું પ્રીમિયર આ ફિલ્મ ફેસ્ટિવલમાં કરવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગ બાદ ૧૦ મિનિટ સુધી ફિલ્મને સ્ટૅન્ડિંગ ઓવેશન પણ મળ્યું હતું. અશોકની ‘પંચાયત’ની ત્રીજી સીઝન ૨૮ મેએ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થશે.

