સાઉદી અરેબિયા, કતાર અને કુવૈતમાં બેન કરવામાં આવી ‘બેલ બોટમ’
ચાર દિવસમાં ‘બેલ બૉટમ’નું કલેક્શન થયુ ૧૨.૭૫ કરોડ
૧૯ ઑગસ્ટે રિલીઝ થયેલી ‘બેલ બૉટમ’એ ચાર દિવસમાં ૧૨.૭૫ કરોડનું કલેક્શન મેળવી લીધુ છે. દેશનાં કેટલાક રાજ્યોમાં થિયેટર્સ શરૂ કરવામાં આવ્યા છે. કોવિડનાં નિયમોને જોતાં મહારાષ્ટ્રમાં થિયેટર્સ શરૂ નથી થયા. એથી એનાં બૉક્સ-ઑફિસ કલેક્શન પર અસર પડી રહી છે. આ સ્પાઇ-થ્રિલરમાં અક્ષયકુમાર, વાણી કપૂર અને લારા દત્તા લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મે પહેલા દિવસે એટલે કે ગુરુવારે ૨.૭૫ કરોડનો બિઝનેસ કર્યો હતો. બીજા દિવસે ૨.૬૦ કરોડ, ત્રીજા દિવસે ૩ કરોડ અને ચોથા દિવસે એટલે કે રવિવારે ૪.૪૦ કરોડ સાથે ટોટલ ૧૨.૭૫ કરોડનું કલેક્શન કર્યું છે. વીકએન્ડમાં પણ ફિલ્મે જોઈએ એટલો વકરો નથી કર્યો. આથી ફિલ્મ અપેક્ષા કરતાં ખૂબ જ ઓછો બિઝનેસ કરી રહી છે. આવનારા સમયમાં હજી પણ આ ફિલ્મની આવકમાં વધારો થાય એવી શક્યતા છે.
સાઉદી અરેબિયા, કતાર અને કુવૈતમાં બેન કરવામાં આવી ‘બેલ બોટમ’


