જાહ્નવીએ કહ્યું કે ‘પાપાનું માનવું એવું છે કે તેમને બીજી કોઈ વસ્તુની પરવા નથી પરંતુ મારા થનાર હસબન્ડની હાઇટ તેમના જેટલી જ હોવી જોઈએ
બોની કપૂર અને જાહ્ન્વી કપૂર
જાહ્ન્વી કપૂરે જણાવ્યું છે કે તેના પિતા બોની કપૂરને તેના માટે કેવો હસબન્ડ જોઈએ છે. જાહ્નવીની હજી એક બહેન છે ખુશી કપૂર. તેની સાથે તેનાં સારા રિલેશન છે. જાહ્નવીની ‘ગુડ લક જેરી’ ડિઝની+હૉટસ્ટાર પર આજે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે દીપક ડોબરિયાલ, મીતા વસિષ્ઠ અને નીરજ સૂદ પણ જોવા મળશે. ફિલ્મને સિદ્ધાર્થ સેનગુપ્તાએ ડિરેક્ટ કરી છે. જાહ્નવીને લગ્ન વિશે સવાલ કરવામાં આવ્યો હતો. એનો જવાબ આપતાં જાહ્નવીએ કહ્યું કે ‘પાપાનું માનવું એવું છે કે તેમને બીજી કોઈ વસ્તુની પરવા નથી પરંતુ મારા થનાર હસબન્ડની હાઇટ તેમના જેટલી જ હોવી જોઈએ. પાપાની હાઇટ ૬ ફીટ ૧ ઇંચ છે. અમે નાનાં હતાં ત્યારે તેઓ મને અને ખુશીને કહેતા કે તમારાં લગ્ન થાય એ અગાઉ તમે તમારા હસબન્ડને કહેજો કે મારા પિતાએ અમને આખા વિશ્વનો પ્રવાસ પહેલેથી જ કરાવ્યો છે. તેઓ અમારા માટે કોઈ કચાશ બાકી નહોતા રાખવા માગતા. હવે મને તેમની વાતનો અહેસાસ થાય છે કે તેઓ એ વાતની ખાતરી કરવા માગતા હતા કે જે પણ વ્યક્તિ સાથે મારાં કે ખુશીનાં લગ્ન થાય તે અમારા ડૅડીની જેમ જ અમારી કાળજી લે.’


