હાલમાં ઇન્ટરનેટ પર આમિર ખાનનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તે એક વ્યક્તિના ચરણસ્પર્શ કરી રહ્યો છે. આ વ્યક્તિ છે અર્જુન અવૉર્ડ વિજેતા કૃપાશંકર પટેલ. કૃપાશંકર પટેલે આમિરને ફિલ્મ દંગલ માટે કુસ્તી શીખવાડી હતી, જેને આમીર પોતાના ગુરુ માને છે.
આમિર ખાન કૃપાશંકર પટેલના ચરણસ્પર્શ કર્યા
હાલમાં ઇન્ટરનેટ પર આમિર ખાનનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તે એક વ્યક્તિના ચરણસ્પર્શ કરી રહ્યો છે. આ વ્યક્તિ છે અર્જુન અવૉર્ડ વિજેતા કૃપાશંકર પટેલ. હકીકતમાં ઇન્દોરના કૃપાશંકર આમિર ખાનને મળવા તેના ઘરે ગયા હતા ત્યારે તે પગે લાગ્યો હતો. જોકે એ સમયે કૃપાશંકરે તેને રોકવાનો પ્રયાસ કર્યો પણ તેણે સાંભળ્યું જ નહોતું. એ પછી તેઓ આમિરને ભેટ્યા ત્યારે આમિરે કહ્યું કે હું તમને મળું છું ત્યારે મને ઊર્જા મળે છે.
આમિર કુસ્તીમાં કૃપાશંકર પટેલને પોતાના ગુરુ માને છે. કૃપાશંકરે તેમને ફિલ્મ ‘દંગલ’ માટે કુસ્તી શીખવાડી હતી.
આ મુલાકાત વખતે ભારતીય રેલવે રેસલિંગ ટીમના લગભગ ૮૦ સ્ટાર પહેલવાનો આમિરને તેના ઘરે મળ્યા હતા અને આમિરે ઘરે આવેલા તમામ રેલવે કુસ્તીબાજોનું સ્વાગત અને સન્માન કર્યું હતું. લગભગ બે કલાક ચાલેલી આ બેઠકમાં ભારતીય કુસ્તી સાથે સંબંધિત ઘણાં પાસાંઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
કૃપાશંકર પટેલે આમિરને ફિલ્મ દંગલ માટે કુસ્તી શીખવાડી હતી.

