ઘરેલૂ હિંસા પર લૉકડાઉન લગાડવા બૉલીવુડ અને સ્પોર્ટમેને કરી અપીલ
સ્ટાર્સે કહ્યું #LockdownOnDomesticViolence
કોરોના વાયરસ (COVID-19)ને કારણે ત્રીજી મે સુધી દેશવ્યાપી લૉકડાઉન છે એટલે બધા ઘરમાં જ છે. એક તરફ સરકાર આ ગંભીર બીમારીનો સામનો કરવાના તમામ પ્રયાસ કરી રહી છે. બીજી તરફ, ઘરેલૂ હિંસા (Domestic Violence)ના કેસ ઘણા વધી રહ્યા છે. ઘરેલૂ હિંસામાં અધધધ વધારો થયો હોવાથી આ મુદે લોકોને જાગૃત કરવા માટે બૉલિવુડ અને સ્પોર્ટસ સ્ટરોએ હાથ મિલાવ્યા છે. એક વિડિયો દ્વારા તેમણે ઘરેલૂ હિંસા પર રોક લગાડવા અને તે બાબતે જાગૃત થઈને અવાજ કરવાની માગણી કરી છે.
બૉલીવુડ સેલિબ્રિટિઓમાં વિદ્યા બાલન, અનુષ્કા શાર્મ, માધુરી દિક્ષિત, ફરહાન અખ્તર, દીયા મિર્ઝા, રાહુલ બોઝ અને કરણ જોહર સહિતના સેલેબ્ઝ છે. જ્યારે ખેલાડીઓમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ સમર્થન આપ્યું છે. વિડિયોમાં તેઓ પુરૂષોને કહી રહ્યાં છે કે, આ જ સમય છે હિંસાની વિરુધ્ધ બોલવાનો. મહિલાઓને કહી રહ્યાં છે કે, આ જ સમય છે તમારી ચુપકીદીને તોડવાનો. જો તમે ઘરેલૂ હિંસાનો ભોગ બનો છે, પછી ભલે ઘરમાં જ હોવ, ચુપ ન રહો. ઘરેલૂ હિંસા પર પણ લૉકડાઉન લગાડવામાં આવે. સેલેબ્ઝે પોતાના સોશ્યલ મિડિયા પર આ વિડિયો શેર કર્યો હતો.
ADVERTISEMENT
થોડાક દિવસ પહેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ ઘરેલૂ હિંસાના વધતા કેસ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, મહિલાઓ સાથે ગેરવ્યવહાર કરવો એ મહારાષ્ટ્રની સંસ્કુતિ નથી. આવો વ્યવહાર સહન નહીં થાય.