° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Instagram પર ઓછા ફોલૉઅર્સ હોવાને કારણે આ એક્ટ્રેસને નહીં મળ્યું કામ

28 February, 2021 01:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

Instagram પર ઓછા ફોલૉઅર્સ હોવાને કારણે આ એક્ટ્રેસને નહીં મળ્યું કામ

વંદના સજનાની ખટ્ટર

વંદના સજનાની ખટ્ટર

બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ છે, જેને ઘણી વાર રિજેક્શનનો સામનો કરવો પડે છે. તેમને આ રિજેક્શન ક્યારે ઓછા ટેલેન્ટના લીધે તો ક્યારે નેપોટિઝ્મના કારણે આ સહન કરવો પડે છે. હવે એક અભિનેત્રીએ જણાવ્યું છે કે તેમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એટલે કામમાં મુશ્કેલી થઈ રહી છે, કારણકે સોશિયલ મીડિયા પર તેમના ફૉલોઅર્સની સંખ્યા ઘણી ઓછી છે.

આ અભિનેત્રી વંદના સજનાની ખટ્ટર છે. વંદના સજનાની બૉલીવુડ ફિલ્મ દિલ ધડકને દો, લક લક કી બાત, કૉર્પોરેટ અને રિશ્તે સહિત ઘણી ફિલ્મોમાં નજર આવી ચૂકી છે, પરંતુ તે બહુ ઓછી ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે નજર આવી છે. વંદના સજનાનીએ પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાનો અક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે મોટો ખુલાસો કરતી જોવા મળી રહી છે.

વંદના સજનાની વીડિયોમાં કહ્યું, 'બે વર્ષ બ્રેકના બાદ મેં વિચાર્યું કે મને ફિલ્મોમાં પાછા ફરવું જોઈએ અને એટલે મેં કાસ્ટિંગ એજન્સ સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું. આ પછી મને મારા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ વિશે પૂછવામાં આવ્યું અને મારું ઑડિશન પણ લેવામાં આવ્યું. પરંતુ મને મારા પર્ફોર્મન્સના કારણે કાઢી મૂકવામાં નહોતી આવી પરંતુ મને સોશિયલ મીડિયા પર ઓછા ફૉલોઅર્સ હોવાને કારણે કાઢી મૂકવામાં આવી હતી.'

વંદના સજનાનીએ આગળ કહ્યું, 'આજકાલ તેમને ફિલ્મોમાં લેવામાં આવ છે, જેમના ઈન્સ્ટાગ્રામ પર ફૉલોઅર્સની સંખ્યા વધારે છે. મારા માટે આ ખૂબ જ આશ્ચર્યજનક કારણ હતું કારણકે મને આ પહેલા ક્યારે પણ આવું સાંભળવા નહોતું મળ્યું. વંદના સજનાની આ વાતને લઈને ખૂબ નિરાશ છે. આગળ તેમણે કહ્યું, 'જો તમે સારું કામ કરવાનું જાણો છો તો તમારું સિલેક્શન ઈન્સ્ટાગ્રામ ફૉલોઅર્સના કારણે થશે. આ વાત તો અનુચિત છે.'

સોશિયલ મીડિયા પર વંદના સજનાનીનો આ વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. અભિનેત્રીના ઘણા ફૅન્સ અને તમામ સોશિયલ મીડિયા યૂઝર્સ તેના વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વંદના સજનાની બૉલીવુડ અભિનેતા રાજેશ ખટ્ટરની પત્ની છે. આ બન્નેએ વર્ષ 2008માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા.

28 February, 2021 01:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

ઑડિશનમાં નેહા કક્કડને ગાતી સાંભળીને અનુ મલિકે પોતાને જ જડી દીધો તમાચો

નેહા કક્કડ તેરી આવાઝ સુન કર લગતા હૈ મૈં અપને મુંહ પર મારું થપ્પડ, યાર ક્યા હો ગયા હૈ તેરે કો

12 April, 2021 01:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

પ્રોડ્યુસર્સ સેટ્સ પર સતત ટીમની ટેસ્ટ કરાવે છે : જે. ડી. મજીઠિયા

સેટ પર બાયોબબલનું નિર્માણ કરે અને પોસ્ટ-પ્રોડક્શનને પણ સલામતીની તમામ સગવડો પૂરી પાડવામાં આવે

12 April, 2021 01:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

શ્રેયા ઘોષાલ માટે ફ્રેન્ડ્સે આયોજિત કર્યો ઑનલાઇન બેબી શાવર

આશા છે કે સમય કંઈક સારો હોત, ન લૉકડાઉન હોત કે ન કરફ્યુ હોત. મારી ગર્લ્સને મળવાનું મિસ કરી રહી છું.

12 April, 2021 01:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK