થોડા સમય પહેલાં બિપાશાએ ટ્રોલ કરનારાઓને જવાબ પણ આપ્યો હતો અને કહ્યું હતું કે હું એક ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવતી મહિલા છું
હાલમાં બિપાશા પરિવાર સાથે આઉટિંગમાં ગઈ હતી અને એના આ વાઇરલ વિડિયોમાં તેણે એક શૉર્ટ લૂઝ ડ્રેસ પહેર્યો છે
બિપાશા બાસુ હાલમાં દીકરી દેવીના ઉછેરમાં વ્યસ્ત છે અને ફિલ્મોથી દૂર છે. એક સમય એવો હતો કે બિપાશાની ડ્રેસિંગ-સેન્સ બૉલીવુડમાં બોલ્ડ ગણાતી હતી અને હવે તેને આ જ ડ્રેસિંગ-સેન્સ માટે ટ્રોલ કરવામાં આવી રહી છે.
હાલમાં બિપાશા પરિવાર સાથે આઉટિંગમાં ગઈ હતી અને એના આ વાઇરલ વિડિયોમાં તેણે એક શૉર્ટ લૂઝ ડ્રેસ પહેર્યો છે, જેના પર એક લૉન્ગ વાઇટ શર્ટ પહેર્યું છે. બિપાશાએ એની સાથે હીલ્સ પહેર્યાં હતાં અને પર્સ પણ કૅરી કર્યું છે. આ આઉટિંગનો વિડિયો જોઈને ઘણા યુઝર્સે બિપાશાની ડ્રેસિંગ-સેન્સ પર સવાલ ઉઠાવ્યા. એક યુઝરે લખ્યું કે ‘આ લોકો કંઈ પણ પહેરે, ફૅશન બની જાય છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘નાઇટ ડ્રેસ સાથે બૅગ અને હીલ્સ પહેર્યાં છે.’ સોશ્યલ મીડિયા પર બિપાશાને એની ડ્રેસિંગ-સેન્સ માટે ટ્રોલ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
થોડા દિવસો પહેલાં પણ બિપાશાનો જિમમાંથી બહાર નીકળતો એક વિડિયો વાઇરલ થયો હતો, જેમાં તેના વધેલા વજનને લઈને યુઝર્સે તેને ટ્રોલ કરી હતી. બિપાશા હાલમાં દીકરીના ઉછેરમાં વ્યસ્ત છે અને તેનું વજન છેલ્લા કેટલાક સમયથી વધુ દેખાઈ રહ્યું છે.
થોડા સમય પહેલાં બિપાશાએ ટ્રોલ કરનારાઓને જવાબ પણ આપ્યો હતો અને કહ્યું હતું કે હું એક ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવતી મહિલા છું અને ટ્રોલ્સે મને ક્યારેય પરેશાન નથી કરી. આ રીતે બિપાશાએ જાહેર કરી દીધું કે તેના પર ટ્રોલિંગની કોઈ અસર નથી પડતી.

