આ ફોટો શૅર કરીને બિપાશાએ કૅપ્શન આપી હતી કે ‘હૅપી હસબન્ડ અપ્રિશિએશન ડે. મને ક્યારેય પણ એકલી ફીલ ન કરાવવા બદલ તારો આભાર
બિપાશા બાસુએ હાલમાં જ તેની પ્રેગ્નન્સી દરમ્યાનનો ફોટો શૅર કર્યો હતો
બિપાશા બાસુએ હાલમાં જ તેની પ્રેગ્નન્સી દરમ્યાનનો ફોટો શૅર કરીને પતિ કરણ સિંહ ગ્રોવરનાં વખાણ કર્યાં છે. ૨૦ એપ્રિલને હસબન્ડ અપ્રિશિએશન ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે એથી બિપાશાએ પતિનાં વખાણ કરતી પોસ્ટ લખી છે. બિપાશાએ દીકરીને જન્મ આપ્યો હતો જેનું નામ તેમણે દેવી રાખ્યું છે. જોકે બિપાશાએ શૅર કરેલા ફોટોમાં તેનું બેબી-બમ્પ દેખાઈ રહ્યું છે અને બીજા ફોટોમાં તે હૉસ્પિટલમાં દીકરીના જન્મ વખતે ઍડ્મિટ હતી એ ફોટો છે. આ ફોટો શૅર કરીને બિપાશાએ કૅપ્શન આપી હતી કે ‘હૅપી હસબન્ડ અપ્રિશિએશન ડે. મને ક્યારેય પણ એકલી ફીલ ન કરાવવા બદલ તારો આભાર. દરરોજ મારી કાળજી રાખવા બદલ તારો આભાર. દેવીના જન્મ પછી પણ હંમેશાં મને નંબર વન રાખવા બદલ આભાર. મને સમજવા બદલ પણ તારો આભાર. તારો આભાર માનવા માટે મારી પાસે અનંત વાતો છે. મારી લાઇફમાં તું હોવાથી હું પોતાને ખૂબ જ નસીબદાર માનું છું.’