બિગ બૉસ 17’માં અંકિતા લોખંડે અને તેના હસબન્ડ વિકી જૈનનો ઝઘડો જગજાહેર બની ગયો છે. આ જ કારણ છે કે ‘વીકએન્ડ કા વાર’માં અંકિતાની અને વિકીની મમ્મી બન્ને જોવા મળી હતી અને તેઓ એ બન્નેને સલાહ આપી રહી હતી.
અંકિતા લોખંડે, વિકી જૈન
‘બિગ બૉસ 17’માં અંકિતા લોખંડે અને તેના હસબન્ડ વિકી જૈનનો ઝઘડો જગજાહેર બની ગયો છે. આ જ કારણ છે કે ‘વીકએન્ડ કા વાર’માં અંકિતાની અને વિકીની મમ્મી બન્ને જોવા મળી હતી અને તેઓ એ બન્નેને સલાહ આપી રહી હતી. વિકી તેની મમ્મીને જોઈને ખૂબ ઇમોશનલ થયો હતો અને તે ખૂબ રડ્યો હતો. આ જોતાં વિકીની મમ્મી તેને રડવાની ના પાડે છે અને સાંત્વના આપતાં કહે છે કે ‘રડતો નહીં. તને અમે કદી પણ રડતાં નથી જોયો. ઘરમાં તો તમારા ઝઘડા નથી થયા અને હવે અંકિતા તને પગ મારે છે, ચંપલ ફેંકે છે. તું વિકીને નથી સંભાળી શકતી.’ એ દરમ્યાન અંકિતાની મમ્મી કાંઈક કહેવા માગે છે તો વિકીની મમ્મી તેમને અટકાવે છે અને વિકીને પૂછે છે કે ‘તું શું કહેવા માગે છે? તું પહેલાં બોલ.’ વિકીની મમ્મીનું આ વર્તન સોશ્યલ મીડિયામાં લોકોને ગમ્યું નથી. અંકિતા પણ તેની મમ્મી સાથે વાત કરવા માગે છે ત્યારે પણ વિકીની મમ્મી તેને અટકાવે છે. આ બધું જોઈને બિગ બૉસે વચ્ચે આવવું પડ્યું અને અંકિતાની મમ્મીને તેમની વાત રજૂ કરવાની તક આપી. અન્યએ કમેન્ટ કરી છે કે ‘મને નથી જાણ કે મારા સિવાય માત્ર અંકિતાને એવો એહસાસ થાય છે કે તેની સાસુ માત્ર વિકી માટે આવી હતી. કદાચ વિકીની મમ્મી બન્નેના પક્ષમાં બોલી હોત તો સારું હતું.’વધુ એકે કમેન્ટ કરી કે ‘તેની સાસુ ઑન-સ્ક્રીન આટલી ખતરનાક છે તો પાછળથી કેવી હશે?’ અન્યએ લખ્યું કે ‘આન્ટીજી, વિકી રડે છે એ દેખાય છે. જોકે અંકિતા પણ વિકીને કારણે રડે છે એ તમને નથી દેખાતું. સાસ સાસ હોતી હૈ એ સાબિત થઈ ગયું.’વધુ એકે લખ્યું કે ‘વિકી અંકિતા સાથે કેવું વર્તન કરે છે એ નથી દેખાતું. દરેક મમ્મીને તેનો દીકરો જ સારો લાગતો હોય છે, વહુ નહીં.’


