ભાગ્યશ્રીએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલો આ વિડિયો જોઈને લાગે છે કે ભાગ્યશ્રી તેમ જ હિમાલય કોઈ લગ્નમાં હાજરી આપવા પહોંચ્યાં હતાં
ભાગ્યશ્રીના પતિદેવે લગાવી પત્નીના નામની મેંદી
ભાગ્યશ્રીએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં જોઈ શકાય છે કે તેના પતિ હિમાલય દાસાણીએ પત્નીના નામની મેંદી પોતાના હાથમાં લગાવી છે.
ભાગ્યશ્રીએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલો આ વિડિયો જોઈને લાગે છે કે ભાગ્યશ્રી તેમ જ હિમાલય કોઈ લગ્નમાં હાજરી આપવા પહોંચ્યાં હતાં અને લગ્નના માહોલમાં હિમાલયે રોમૅન્ટિક થઈને પત્નીના નામનું ઇનિશ્યલ પોતાના હાથમાં મેંદીથી ડિઝાઇન કરાવ્યું હતું.


