જેમાં હિમાલય દસાની આખરે ઘૂંટણ પર બેસીને ભાગ્યશ્રીને પ્રપોઝ કરતો જોવો મળ્યો
આ કપલે તાજેતરમાં એક રોમૅન્ટિક પ્રપોઝલની ઉજવણી કરી
ભાગ્યશ્રી અને હિમાલય દસાનીના લગ્નજીવનને ૩૫ વર્ષથી વધુનો સમય થઈ ગયો છે. આ કપલે તાજેતરમાં એક રોમૅન્ટિક પ્રપોઝલની ઉજવણી કરી, જેમાં હિમાલય દસાની આખરે ઘૂંટણ પર બેસીને ભાગ્યશ્રીને પ્રપોઝ કરતો જોવો મળ્યો. આ કપલની તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે અને ચાહકો તેમના આ રોમૅન્ટિક પળની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
‘મૈંને પ્યાર કિયા’ ફિલ્મથી રાતોરાત સ્ટાર બનેલી ભાગ્યશ્રીએ જણાવ્યું હતું કે તેમના પતિ હિમાલયે તેને ક્યારેય યોગ્ય રીતે પ્રપોઝ કર્યું નહોતું. તેમનાં લવ-મૅરેજને ૩૫ વર્ષથી વધુ થયાં હોવા છતાં હિમાલયે આ અધૂરી ઇચ્છા પૂરી કરવા માટે એક આશ્ચર્યજનક પગલું ભર્યું. શુક્રવારે ભાગ્યશ્રી એક ફોટોશૂટમાં વ્યસ્ત હતી ત્યારે હિમાલયે શૂટિંગ દરમ્યાન અચાનક આવીને દિલજિત દોસાંઝનું ગીત ‘ઇશ્ક દી બાઝિયાં’ ગાતાં-ગાતાં ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યું. ભાગ્યશ્રીએ આ ખાસ પળો સોશ્યલ મીડિયા પર પણ શૅર કરી છે.

