Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અશ્વિની અને નિતેશ તિવારી લઈને આવશે ‘બસ કરો આન્ટી’

અશ્વિની અને નિતેશ તિવારી લઈને આવશે ‘બસ કરો આન્ટી’

31 May, 2022 02:13 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એ ફિલ્મને સ્ટાર સ્ટુડિયોઝ, રૉની સ્ક્રૂવાલા અને સિદ્ધાર્થ રૉય કપૂર સાથે મળીને પ્રોડ્યુસ કરવાના છે

‘બસ કરો આન્ટી’ની ટીમ

‘બસ કરો આન્ટી’ની ટીમ


અશ્વિની અય્યર તિવારી અને નિતેશ તિવારી યંગ-ઍડલ્ટ કૉમેડી ફિલ્મ ‘બસ કરો આન્ટી’ બનાવવાનાં છે. એ ફિલ્મને સ્ટાર સ્ટુડિયોઝ, રૉની સ્ક્રૂવાલા અને સિદ્ધાર્થ રૉય કપૂર સાથે મળીને પ્રોડ્યુસ કરવાના છે. આ ફિલ્મની સ્ટોરી વરુણ અગરવાલની બુક ‘હાઉ આઇ બ્રેવ્ડ અનુ આન્ટી ઍન્ડ કો-ફાઉન્ડેડ અ મિલ્યન ડૉલર કંપની’ પરથી અડૅપ્ટ કરવામાં આવી છે. ફિલ્મમાં ઈશ્વાક સિંહ અને મહિમા મકવાણા લીડ રોલમાં દેખાશે. અભિષેક સિંહા ડિરેક્ટ કરશે અને નિતેશ તિવારી અને નિખિલ મેહરોત્રાએ સાથે મળીને લખી છે. વર્તમાનમાં યુવાઓ જે પ્રકારે અસમંજસમાં હોય છે, તેમનાં થ્રિલ્સ, ​રિસ્ક્સ અને નવી જર્નીની શરૂઆતમાં રોમૅન્સ અને સપનાંઓ પૂરાં કરવાના અનુભવને ફિલ્મમાં દેખાડવામાં આવશે. એ વિશે નિતેશ તિવારી અને અશ્વિની ઐય્યર તિવારીએ કહ્યું કે ‘અમને વરુણ અગરવાલની જર્ની મોહક લાગી છે. આ સ્ટોરી પરથી ફિલ્મ બનાવવાને લઈને અમે ખૂબ ઉત્સાહી છીએ. અમારી ફિલ્મ દેશના યુવાઓના મૂડ અને વર્તમાન સમયમાં ચાલી રહેલી નીતિને દેખાડશે. ભારત યુવાન, પ્રફુલ્લિત અને વ્યવહારકુશળ છે. દેશની વ્યવહારકુશળતામાં બાધા નાખનારાઓ માટે ‘બસ કરો આન્ટી’ બંધ બેસે છે.’


Whatsapp-channel Whatsapp-channel

31 May, 2022 02:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK