Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘1920 : હૉરર્સ ઑફ ધ હાર્ટ’માં દેખાશે અવિકા ગોર

‘1920 : હૉરર્સ ઑફ ધ હાર્ટ’માં દેખાશે અવિકા ગોર

Published : 24 April, 2022 02:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મને વિક્રમ ભટ્ટની દીકરી ક્રિષ્ના ભટ્ટ ડિરેક્ટ કરવાની છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


ફિલ્મમેકર વિક્રમ ભટ્ટની ‘1920 : હૉરર્સ ઑફ ધ હાર્ટ’માં અવિકા ગોર દેખાવાની છે. આ ફિલ્મને વિક્રમ ભટ્ટની દીકરી ક્રિષ્ના ભટ્ટ ડિરેક્ટ કરવાની છે. ૨૦૦૮માં આવેલી ‘1920’ની આ સીક્વલ છે. એ ફિલ્મમાં રજનીશ દુગ્ગલ અને અદા શર્મા લીડ રોલમાં હતાં અને એ ફિલ્મ વિક્રમ ભટ્ટે ડિરેક્ટ કરી હતી. હવે એની ફ્રૅન્ચાઇઝીને આગળ વધારવામાં આવી રહી છે. આ ફિલ્મની સ્ટોરી મહેશ ભટ્ટે લખી છે. આ ફિલ્મની જાહેરાત કરતાં ​મહેશ ભટ્ટ, અવિકા અને ક્રિષ્ના સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિક્રમ ભટ્ટે કૅપ્શન આપી હતી, ‘મારી લાઇફનું નવું ચૅપ્ટર ‘1920’ દ્વારા શરૂ થયું હતું. હવે ‘1920’ની જ નવી સ્ટોરી સાથે હિન્દી ફિલ્મોમાં પોતાના કરીઅરની શરૂઆત અતિશય ટૅલન્ટેડ અવિકા ગોર કરશે અને ક્રિષ્ના ભટ્ટ એને ડિરેક્ટ કરશે. ‘1920 ઃ હૉરર્સ ઑફ ધ હાર્ટ’ મારા ગુરુ મહેશ ભટ્ટે લખી છે. આ વખતે હું ફિલ્મનો પ્રોડ્યુસર છું અને ઊભરતી ટૅલન્ટને હું પ્રોત્સાહન આપીશ.’


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2022 02:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK