ઑડિયોની વાત કરીએ તો ફિલ્મમાંથી ઘણી ગાળો હટાવવામાં આવી છે. એક સંવાદમાં ‘કૉન્ડોમ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેને મ્યુટ કરવામાં આવ્યો છે
બાગી ૪ ફિલ્મનું પોસ્ટર
આજે રિલીઝ થયેલી ‘બાગી 4’માં શાનદાર ડ્રામા અને ઍક્શન જોવા મળશે. ટાઇગર શ્રોફ અને સંજય દત્તને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મમાં ઘણી હિંસા જોવા મળશે. જોકે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ ફિલ્મમાંથી ૨૩ દૃશ્યો કાપવાનું કહ્યું હતું. આ ફિલ્મનાં ઘણાં હિંસક દૃશ્યો પર પણ કાતર ચલાવવામાં આવી છે. ઑડિયોની વાત કરીએ તો ફિલ્મમાંથી ઘણી ગાળો હટાવવામાં આવી છે. એક સંવાદમાં ‘કૉન્ડોમ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેને મ્યુટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ફિલ્મના ઘણા સંવાદો પણ બદલવામાં આવ્યા છે. આ બધા ફેરફારો બાદ ‘બાગી 4’ને ‘A’ સર્ટિફિકેટ મળ્યું છે.


