આ ફિલ્મને ઍટલી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે જેને કાલિશ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે
વીડી-૧૮ ફિલ્મ ની ટીમ
વરુણ ધવને તેની કીર્તિ સુરેશ સાથેની આગામી ફિલ્મનું મુહૂર્ત પૂજા કરી છે. આ ફિલ્મને ઍટલી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે જેને કાલિશ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને વરુણે કેરલામાં ઘણું શૂટિંગ કર્યું છે. મકરસંક્રાન્તિ અને પોંગલ હોવાથી ગઈ કાલે એની મુહૂર્ત પૂજા કરવામાં આવી હતી. આ પૂજા મુંબઈમાં રાખવામાં આવી હતી. ફિલ્મને ગઈ કાલે ઑફિશ્યલી લૉન્ચ કરવામાં આવી હતી. આ ફિલ્મનું નામ હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું, પરંતુ એનું વર્કિંગ ટાઇટલ ‘VD18’ રાખવામાં આવ્યું છે. ઍટલીની સાથે આ ફિલ્મને મુરાદ ખેતાની, પ્રિયા ઍટલી અને જ્યોતિ દેશપાંડે દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.

