Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમને તારાં માતા-પિતા તરીકે પસંદ કરવા બદલ તારો આભાર

અમને તારાં માતા-પિતા તરીકે પસંદ કરવા બદલ તારો આભાર

Published : 26 March, 2026 11:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અથિયા શેટ્ટી અને કે. એલ. રાહુલે દીકરી ઇવારાની ઊજવી પહેલી વર્ષગાંઠ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


અથિયા શેટ્ટી અને કે. એલ. રાહુલની લાડકી દીકરી ઇવારાની ગઈ કાલે પહેલી વર્ષગાંઠ હતી. આ ખાસ અવસર પર કપલે ખૂબ જ ક્યુટ અંદાજમાં પોતાની ખુશી વ્યક્ત કરી છે. આ ખાસ દિવસે અથિયા અને કે. એલ. રાહુલે એક પોસ્ટ શૅર કરીને પોતાની દીકરી માટે લખ્યું, ‘હૅપી બર્થડે અમારી જાન. અમને તારાં માતા-પિતા તરીકે પસંદ કરવા બદલ આભાર. અમે તને શબ્દોથી વિશેષ અને દુનિયા કરતાં પણ વધુ પ્રેમ કરીએ છીએ.’ ઇવારાનાં મમ્મી-પપ્પાએ આ પોસ્ટ સાથે જન્મદિવસની ઉજવણીની કેટલીક તસવીરો પણ શૅર કરી છે. આ તસવીરોમાં ઍનિમલ-થીમ આધારિત કેક જોઈને લાગે છે કે આ સેલિબ્રેશનમાં ઍનિમલ-થીમ રાખવામાં આવી હશે. જોકે અથિયા અને કે. એલ. રાહુલે હજી દીકરીનો ચહેરો દુનિયાને નથી દેખાડ્યો.


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2026 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK