તમામ મમ્મીઓ, મારી લાઇફના કૅરટેકર્સને હૅપી મધર્સ ડે. તમે દરેક બાબતને ખૂબ સરળ બનાવો છો. થૅન્ક યુ. નિક જોનસ, તારા સિવાય હું કોઈને ઇમૅજિન પણ નથી કરી શકતી. મને મમ્મા બનાવવા માટે થૅન્ક યુ.’

પરિણીતિ ચોપરા
પરિણીતી ચોપડાએ પ્રિયંકા ચોપડા જોનસને સોલ્જર જેવી જણાવી છે. એનું કારણ એ છે કે તેની દીકરી માલતી મૅરી ચોપડા જોનસને ૧૦૦ દિવસથી પણ વધુ હૉસ્પિટલમાં NICU (નીઓ નૅટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટ)માં દાખલ કરવામાં આવી હતી. હૉસ્પિટલમાં લાંબી લડત જીત્યા બાદ તે હવે ઘરે પાછી આવી છે. પ્રિયંકાએ તેની પ્રિન્સેસની એક ઝલક દેખાડી છે. તે દીકરીને ઊંચકીને વહાલ કરી રહી છે. એવું લાગી રહ્યું છે જાણે કે તેણે હવે નિરાંતનો શ્વાસ લીધો છે. જોકે ચહેરાને તેણે ઢાંકી રાખ્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘આ મધર્સ ડે નિમિત્તે અમે છેલ્લા થોડા મહિનાઓમાં જે ઉતાર-ચડાવમાંથી પસાર થયા છીએ એના વિશે વિચારવા સિવાય કંઈ નથી કરી શકતા. કેટલાય લોકો એ અનુભવમાંથી પસાર થાય છે. ૧૦૦ દિવસ કરતાં પણ વધુ દિવસો NICUમાં વિતાવ્યા બાદ અમારી નાનકડી દીકરી હવે ઘરે આવી ગઈ છે. દરેક ફૅમિલીની જર્ની અનોખી હોય છે અને એમાં ભરોસો રાખવાની જરૂર હોય છે. અમારા થોડા મહિનાઓ કપરા હતા. એ દેખાડે છે કે ભૂતકાળનો એ સમય કેટલો કીમતી હતો. અમને તો એ વાતની ખુશી છે કે અમારી દીકરી હવે ઘરે આવી ગઈ છે. અમે લૉસ ઍન્જલસની રેડી ચિલ્ડ્રન્સ લા જોલા અને સેડાર સિનાઈના દરેક ડૉક્ટર, નર્સ અને સ્પેશ્યલિસ્ટનો આભાર માનીએ છીએ. તેમણે નિઃસ્વાર્થભાવે સારવાર કરી હતી. અમારું બીજું ચૅપ્ટર શરૂ થઈ ગયું છે. અમારી બાળકી ખૂબ દયનીય સ્થિતિમાં હતી. મમ્મી-ડૅડી તને ખૂબ પ્રેમ કરે છે. તમામ મમ્મીઓ, મારી લાઇફના કૅરટેકર્સને હૅપી મધર્સ ડે. તમે દરેક બાબતને ખૂબ સરળ બનાવો છો. થૅન્ક યુ. નિક જોનસ, તારા સિવાય હું કોઈને ઇમૅજિન પણ નથી કરી શકતી. મને મમ્મા બનાવવા માટે થૅન્ક યુ.’
પ્રિયંકાની આ પોસ્ટ પર અનેક લોકો કમેન્ટ કરીને તેની દીકરી પર પ્રેમ વરસાવી રહ્યા છે. તેની આ પોસ્ટ પર પરિણીતી ચોપડાએ લખ્યું હતું કે ‘છેલ્લા ત્રણ મહિનાઓથી તમને બન્નેને આ રીતે જોવું ખૂબ કપરું તો હતું, પરંતુ સાથે જ પ્રેરણાદાયી પણ હતું. મીમી દીદી મેં હૉસ્પિટલમાં તારી અંદર એક સોલ્જરને જોયો હતો. ચાલો હવે માલતી મૅરી ચોપડા જોનસને બગાડવાનું શરૂ કરીએ.’