ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આશીષ વિદ્યાર્થીની પહેલી પત્નીએ જણાવ્યું સંબંધ તૂટવાનું કારણ, દગો નહીં પણ...

આશીષ વિદ્યાર્થીની પહેલી પત્નીએ જણાવ્યું સંબંધ તૂટવાનું કારણ, દગો નહીં પણ...

26 May, 2023 10:41 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આશીષ વિદ્યાર્થીના બીજાં લગ્ન બાદ તેમની પહેલી પત્ની રાજોશીની સોશિયલ મીડિયા પોસ્ટ પર જુદાં-જુદાં તર્ક લગાડવામાં આવી રહ્યા છે. હવે એક ઈન્ટરવ્યૂ દરમિયાન તે પોતાના ડિવૉર્સ પર પણ બોલ્યાં છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે

આશીષ વિદ્યાર્થીના બીજાં લગ્ન બાદ તેમની પહેલી પત્ની રાજોશીની સોશિયલ મીડિયા પોસ્ટ પર જુદાં-જુદાં તર્ક લગાડવામાં આવી રહ્યા છે. હવે એક ઈન્ટરવ્યૂ દરમિયાન તે પોતાના ડિવૉર્સ પર પણ બોલ્યાં છે. તેમણે જણાવ્યું કે તેઓ એકબીજાની સંમતિથી છૂટા થયાં છે. તો આશીષ વિદ્યાર્થીએ પણ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો. જણાવ્યું કે તે પોતાની પત્નીથી બન્નેની સંમતિથી છૂટા થયા છે. જણાવવાનું કે આશીષ વિદ્યાર્થીએ 57 વર્ષની ઉંમરમાં રુપાલી બરુઆ સાથે લગ્ન કર્યા છે. ત્યાર બાદ તેમની પહેલી પત્ની સાથેના સંબંધોને લઈને વાતો થઈ રહી છે.

2021થી રહે છે અલગ
આશીષ વિદ્યાર્થી અને તેમની બીજી પત્નીની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ગુરુવારે આશીષે આંટ્રોપ્રિન્યોર રુપાલીને પોતાની જીવનસાથી બનાવી છે. રુપાલીની ઊંમર 50 વર્ષ છે અને તે કોલકાતાથી છે. આ લગ્ન પછીથી જ આશીષના પહેલા લગ્ન વિશે અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. તેમની પહેલી પત્ની પીલૂ ઉર્ફે રાજોશીની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર પણ લોકો અલગ-અલગ પ્રકારના અર્થો તારવી રહ્યા છે. આ સંપૂર્ણ ઘટના પર પીલૂએ હવે મૌન તોડ્યું છે. તેમણે હિંદુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું કે 2021થી તે અલગ રહે છે. છેલ્લા ઑક્ટોબરમાં બન્નેએ છૂટાછેડા લીધા. આશીષે પણ વીડિયો શૅર કરીને લોકોને એ કહ્યું કે બન્ને એકબીજાની સંમતિથી છૂટા થયા કારણકે ભવિષ્યમાં એકસાથે ખુશ નહીં રહી શકે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashish Vidyarthi Avid Miner (@ashishvidyarthi1)


આશીષ સાથે જીવનના બેસ્ટ વર્ષો
રાજોશીને પૂછવામાં આવ્યું કે લોકોને ખબર નહોતી કે તેમનું ડિવૉર્સ થઈ ચૂક્યું છે. એવામાં આશીષના લગ્નની તસવીરોએ બધાને ચોંકાવી દીધા. આ મામલે તેમણે જવાબ આપ્યો કે, હા અમે જરૂરી ન લાગ્યું કે અમે આ વિશે લોકોને જણાવીએ. અમે બન્ને સારા મિત્ર છીએ અને આ વસ્તુને હજી સુધી મેઇન્ટેઇન કરી રાખી છે. આ 22 વર્ષ મારા જીવનનો સૌથી સારો ભાગ હતા. તમે તેમને પણ પૂછશો, તો કદાચ તેઓ પણ આ જ જવાબ આપશે. અમારી પસંદ સરખી છે. કેટલીક વસ્તુઓ નહોતી પણ મેળ ખાતી પણ આ મામલે ક્યારેય ઝગડો નહોતો થયો.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અમારું ભવિષ્ય અલગ છે
ઈન્ટરનેટ પર તેમને અને આશીષને લઈને અનેક ચર્ચાઓ છે. તેમની વચ્ચે શું થયું હતું. આ મામલે પીલૂએ કહ્યું, તે વસ્તુ હંમેશથી હતી પણ મને પછીથી સમજણ પડી કે કદાચ હતું અને હું એક્સપ્રેસ ન કરી શકી. મારો દીકરો (અર્થ) મોટો થઈ ગયો. આર્ટિસ્ટ તરીકે મને ખબર છે મને શું જોઈએ. મને કોઈ રોક-ટોક પણ નથી પણ મારી અને આશીષની ભવિષ્યની જરૂરિયાતો જુદી હતી. તેમને પોતાના સપના પૂરા કરવાનો હક છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashish Vidyarthi Avid Miner (@ashishvidyarthi1)

આ પણ વાંચો : આશીષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઊંમરે કર્યાં બીજા લગ્ન, દુલ્હન સાથેની તસવીરો વાયરલ

મારી પર્સનલ જરૂરિયાતો જુદી
પીલૂએ જણાવ્યું, અમારા લગ્નમાં કોઈ ટૉર્ચર નહોતું, મુશ્કેલી નહોતી અને એવું પણ નહોતું જેવું લોકો માની કે ધારી રહ્યા છે. અમે બે અલગ વ્યક્તિ છીએ। બે વર્ષ અમે અળગ રસ્તા પર ચાલવાનો પ્રયત્ન કર્યો હવે તે પોતાના કરિઅરમાં સારું કરી રહ્યા છે. હું છેલ્લા પાંચ વર્ષથી પાછળથી ઘણું બધું સંભાળી રહી હતી. હવે મારી પર્સનલ જરૂરિયાતો જુદી છે. મિસિસ વિદ્યાર્થીનું ગૉલ પૂરું કરી શકું તેમ નહોતી. આશીષે ક્યારે દગો નથી આપ્યો. જો લોકો વિચારે છે કે બીજીવાર લગ્ન કરવા માગતા હતા તો આ સંપૂર્ણ રીતે ખોટી ધારણાં છે.

26 May, 2023 10:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK