ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આશીષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઊંમરે કર્યાં બીજા લગ્ન, દુલ્હન સાથેની તસવીરો વાયરલ

આશીષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઊંમરે કર્યાં બીજા લગ્ન, દુલ્હન સાથેની તસવીરો વાયરલ

25 May, 2023 06:03 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બૉલિવૂડના જાણીતા ખલનાયક આશીષ વિદ્યાર્થી (Ashish Vidyarthi)એ કોલકાતામાં રજિસ્ટર મેરેજ કર્યા છે. જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આશીષ વિદ્યાર્થી (ફાઈલ તસવીર)

આશીષ વિદ્યાર્થી (ફાઈલ તસવીર)

બૉલિવૂડ (Bollywood) ઈન્ડસ્ટ્રીમાં પોતાના વિલનના પાત્રોથી જાણીતા થયેલા આશીષ વિદ્યાર્થી (Ashish Vidyarthi)ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. હકિકતે આશીષે 60 વર્ષની ઊંમરે લગ્ન કરી લીધા છે. આશીષે આસામમાં રહેનારી રુપાલી બરુઆ (Rupali Barua) સાથે લગ્ન કર્યાં છે. રુપાલીએ એક ફેશન ડિઝાઈનર છે. આ કપલે ગુરુવારે 25મેના રોજ પોતાના નજીકના લોકોની હાજરીમાં કૉર્ટમાં લગ્ન કર્યા. નોંધનીય છે કે આશીષના આ બીજા લગ્ન છે. તેમની પહેલી પત્નીનું નામ રાજોશી વિદ્યાર્થી છે. આ લગ્નથી બન્નેને એક બાળક પણ છે.

આશીષે કૉર્ટમાં કર્યા લગ્ન
એક્ટર આશીષે ગુરુવારે 25 મેના કોલકાતામાં લગ્ન કર્યા. લગ્નમાં તેમના ખૂબ જ નજીકના મિત્ર અને પરિવારના લોકો જ સામેલ થયા. રિપૉર્ટ્સ પ્રમાણે લગ્ન બાદ આશીષ એક ગ્રાન્ડ રિસેપ્શન હોસ્ટ કરશે. રુપાલી વિશે વાત કરીએ તો તે આસામની ફેશન અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. આ સિવાય તેનું એક ફેશન સ્ટોર પણ છે, જેને તે પોતે ચલાવે છે.

આશીષ અને રુપાલીની તસવીરો સોશિયલ મીડિયામાં આવતા જ વાયરલ થઈ ગઈ છે. ચાહકો આ તસવીર પર રિએક્ટ કરી રહ્યા છે. જણાવવાનું કે, આશીષ 11થી વધારે ભાષાઓની ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. લોકો તેમને વિલન તરીકે વધારે ઓળખે છે. ઈ-ટાઈમ્સના રિપૉર્ટ પ્રમાણે આશીષે આ અવસરે કહ્યું કે "અરે, તે એક લાંબી સ્ટોરી છે, પછી ક્યારેક જણાવીશ."


આ પ્રશ્ન પર રુપાલીએ કહ્યું કે, "અમે થોડોક સમય પહેલા જ મળ્યા હતા અને અમે અમારા સંબંધને આગળ લઈ જવા વિશે નિર્ણય લઈ લીધો. અમે બન્ને ઈચ્છતા હતા કે અમારા લગ્ન ખૂબ જ સાદગીથી થાય." આશીષ અને રુપાલીની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાં જ વાયરલ થઈ ગઈ છે. ચાહકો આ તસવીરો પર રિએક્ટ કરી રહ્યા છે. જણાવવાનું કે આશીષે એક્ટ્રેસ રાજોશી વિદ્યાર્થી સાથે લગ્ન કર્યા હતા. રાજોશી જાણીતી એક્ટ્રેસ, સિંગર અને થિએટર આર્ટિસ્ટ રહી ચૂકી છે.

આ પણ વાંચો : નવું સંસદ ભવન: આદિવાસી રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટનમાં વાંધો શો? શું છે કલમ 79?


આશીષની ફિલ્મો વિશે વાત કરીએ તો તેમને ફિલ્મ `દ્રોહકાલ` માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર કેટેગરીમાં નેશનલ એવૉર્ડ મળી ચૂક્યો છે. તે બાજી, નાજાયઝ, જીત, ભાઈ, હસીના માન જાએગી, અર્જુન પંડિત, જાનવર, દૌડ, મેજર સાબ, સોલ્જર, વાસ્તવ, બાદલ, રિફ્યૂજી, એક ઔર એક ગ્યાર, એલઓસી કારગિલ, કહો ના પ્યાર હૈ, બિચ્છૂ, જોરૂ કા ગુલામ, જાલ, કિસ્મત, શિકાર, જિમ્મી, રક્તચરિત્ર, બર્ફી, રાજકુમાર, હૈદર, અલીગઢ અને બેગમ જાન જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂક્યા છે.

25 May, 2023 06:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK