ચૅમ્પિયનશિપ પહેલાં જ જ્યોતિ યારાજીને ગોલ્ડ જીતવા બદલ શુભેચ્છા પાઠવી.
આશા ભોસલે
આશા ભોસલેએ હાલમાં જ એક ભૂલ કરતાં એશિયન ગેમ્સ માટે જ્યોતિ યારાજીને શુભેચ્છા પાઠવી દીધી છે. આશા ભોસલે દ્વારા એક વિડિયો શૅર કરવામાં આવ્યો છે જે બૅન્ગકૉકમાં આ વર્ષે યોજાયેલી કૉમ્પિટિશનનો છે. જોકે આ વિડિયોને તેમણે ચીનમાં યોજાઈ રહેલી એશિયન ગેમ્સનો સમજી લીધો છે. વિમેન્સ 100 મીટર હર્ડલ્સ માટે જ્યોતિ યારાજીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જોકે આ કૉમ્પિટિશન ૨૯ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે અને 100 મીટર હર્ડલ્સ પહેલી ઑક્ટોબરથી શરૂ થઈ રહી છે. આશા ભોસલેએ વિડિયો શૅર કરીને એક્સ પર પોસ્ટ કર્યું હતું કે ‘એશિયન ગેમ્સમાં 100 મીટર હર્ડલ્સમાં આંધ્ર પ્રદેશની યારાજીએ ગોલ્ડ મેડલ જીત્યો હોવાથી તેમને અભિનંદન.’
આ પોસ્ટ કરતાંની સાથે જ એક યુઝરે જણાવ્યું કે આ વિડિયો જૂનો છે અને આ કૉમ્પિટિશન તો હજી સુધી શરૂ પણ નથી થઈ.


