આશા ભોસલેનાં અનેક ગીતો લોકપ્રિય થયાં છે પણ ગણતરીનાં વર્ષો પહેલાં તેમણે પોતાનાં ગાયેલાં ૧૦ ફેવરિટ ગીતો વિશે જણાવ્યું હતું
આશા ભોસલે
દિવંગત આશા ભોસલેએ તેમની કરીઅરમાં વિવિધ ભાષામાં ૧૨,૦૦૦થી વધુ ગીતો ગાયાં છે. તેમણે હિન્દી ઉપરાંત ગુજરાતી, મરાઠી, બંગાળી, તામિલ, તેલુગુ, અંગ્રેજી સહિત ઘણી ભાષાઓમાં ગાયું હતું. તેમણે ફિલ્મી ગીતો, ગઝલ, ભજન, પૉપ અને લોકગીત જેવા અનેક પ્રકારના સંગીતમાં પોતાનો અવાજ આપ્યો છે. તેમના આ વિશાળ યોગદાન બદલ ૨૦૧૧માં સૌથી વધારે રેકૉર્ડિંગ કરવા બદલ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પણ તેમનું નામ નોંધાયું હતું. આશા ભોસલેનાં અનેક ગીતો લોકપ્રિય થયાં છે પણ ગણતરીનાં વર્ષો પહેલાં તેમણે પોતાનાં ગાયેલાં ૧૦ ફેવરિટ ગીતો વિશે જણાવ્યું હતું અને એ યાદી આ મુજબ છે...
૧. યે ક્યા જગહ હૈ દોસ્તોં / ઇન આંખોં કી મસ્તી કે
ADVERTISEMENT
(ફિલ્મ : ઉમરાવ જાન, ૧૯૮૧)
સંગીતકાર : ખૈયામ
ગીતકાર : શહરયાર
૨. ઝૂઠે નૈના બોલે સાચી બતીયાં
(ફિલ્મ : લેકિન, ૧૯૯૧)
સંગીતકાર : હૃદયનાથ મંગેશકર
ગીતકાર : ગુલઝાર
૩. કાલી ઘટા છાયે
(ફિલ્મ : સુજાતા, ૧૯૫૯)
સંગીતકાર : સચિન દેવ બર્મન
ગીતકાર : મજરૂહ સુલતાનપુરી
૪. આઇયે મહેરબાં
(ફિલ્મ : હાવડા બ્રિજ, ૧૯૫૮)
સંગીતકાર : ઓમકાર પ્રસાદ નૈયર
ગીતકાર : કમર જલાલાબાદી
૫. શોક નઝર કી બિજલિયાં
(ફિલ્મ : વો કૌન થી, ૧૯૬૪)
સંગીતકાર : મદન મોહન
ગીતકાર : રાજા મહેંદી અલી ખાન
૬. રોજ રોજ આંખોં તલે
(ફિલ્મ : જીવા, ૧૯૮૬)
સંગીતકાર : રાહુલ દેવ બર્મન
ગીતકાર : ગુલઝાર
૭. ચૈન સે હમકો કભી
(ફિલ્મ : પ્રાણ જાએ પર વચન ના જાએ, ૧૯૭૪)
સંગીતકાર : ઓમકાર પ્રસાદ નૈયર
ગીતકાર : એસ. એચ. બિહારી
૮. સજના હૈ મુઝે
(ફિલ્મ : સૌદાગર, ૧૯૭૩)
સંગીતકાર : રવીન્દ્ર જૈન
ગીતકાર: રવીન્દ્ર જૈન
૯. કતરા કતરા / છોટી સી કહાની સે / મેરા કુછ સામાન
(ફિલ્મ : ઇજાજત, ૧૯૮૮)
સંગીતકાર : રાહુલ દેવ બર્મન
ગીતકાર : ગુલઝાર
૧૦. રાઝ કી બાત હૈ
(ફિલ્મ : દિલ હી તો હૈ, ૧૯૬૩)
સંગીતકાર : રોશન
ગીતકાર : સાહિર લુધિયાનવી
