શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન તેના આગામી પ્રોજેક્ટમાં રણબીર કપૂરને ડિરેક્ટ કરે એવી શક્યતા છે. આર્યન વેબ-સિરીઝને ડિરેક્ટ કરીને ડિરેક્શનમાં હાથ અજમાવવાનો છે
રણબીર કપૂરને ડિરેક્ટ કરશે આર્યન ખાન?
શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન તેના આગામી પ્રોજેક્ટમાં રણબીર કપૂરને ડિરેક્ટ કરે એવી શક્યતા છે. આર્યન વેબ-સિરીઝને ડિરેક્ટ કરીને ડિરેક્શનમાં હાથ અજમાવવાનો છે. આર્યન તેના ડૅડીની જેમ ઍક્ટર નથી બનવાનો, પરંતુ બિહાઇન્ડ ધ કૅમેરા તેને કામ કરવું છે. એના માટે તેણે તેની પહેલી વેબ-સિરીઝ ‘સ્ટારડમ’નું શૂટિંગ મુંબઈમાં શરૂ કર્યું છે. શાહરુખ તેના દીકરાને સપોર્ટ તો કરી જ રહ્યો છે. હવે રણબીર કપૂર પણ તેની સાથે કામ કરવાનો છે એવું જાણવા મળ્યું છે. આ સિરીઝમાં તે નાનકડી ભૂમિકામાં દેખાવાનો છે. તેણે શૂટિંગ પણ પૂરું કરી દીધું છે. કરણ જોહર પણ દેખાવાનો છે. આ સિરીઝમાં લક્ષ લાલવાણી લીડ રોલમાં છે. સિરીઝ છ એપિસોડની છે. એમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સ્ટોરી દેખાડવામાં આવશે.


