લતા મંગેશકર દ્વારા ગવાયેલ આ લોકપ્રિય ગીતને અર્પિતા ચક્રવર્તીએ પોતાના અવાજમાં ગાઈને તેણે આ ગીત સાથે પૂરતો ન્યાય કર્યો છે.
અર્પિતા ચક્રવર્તી
1969ની ફિલ્મનું આઇકૉનિક ગીત ‘હૈ ઇસી મેં પ્યાર કી આબરૂ’ ‘અનપઢ’ જેને ભારતરત્ન એવા લતા મંગેશકરે પોતાનો સ્વર આપ્યો હતો. આજે વર્ષો બાદ ગાયિકા અર્પિતા ચક્રવર્તીએ લતા મંગેશકરને શ્રદ્ધાંજલી આપવા માટે આ ગીત રિક્રિએટ કર્યું છે. લતા મંગેશકર દ્વારા ગવાયેલ આ લોકપ્રિય ગીતને અર્પિતા ચક્રવર્તીએ પોતાના અવાજમાં ગાઈને તેણે આ ગીત સાથે પૂરતો ન્યાય કર્યો છે.
`હૈ ઇસી મેં પ્યાર કી આબરૂ` આ ગીતના લિરિક્સ રાજા મહેંદી અલી ખાને લખ્યા હતા અને આ ગીતમાં અર્પિતા ચક્રવર્તી પોતાનું ગીત લખીને લિરિસિસ્ટ તરીકે પણ શરૂઆત કરી રહી છે અને આ ગીતમાં પોતે લખેલા નવા લિરિક્સ પણ તેણે ઉમેર્યા છે જેને મદન મોહનજી દ્વારા કમ્પોઝ કારવામાં આવ્યું છે.
ADVERTISEMENT
`હૈ ઇસી મેં પ્યાર કી આબરૂ`ના મ્યુઝિક વીડિયોમાં અર્પિતા સાથે લોકપ્રિય અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા પુષ્કર જોગ પણ જોવા મળશે. બન્ને કલાકારોએ શાનદાર રીતે પરફોર્મ કરીને આ મ્યુઝિક વીડિયો ખૂબ જ સરસ રીતે રજૂ કર્યો છે. મ્યુઝિક વીડિયો એક વિઝ્યુઅલ ટ્રીટ છે જેમાં પ્રેમ અને હાર્ટબ્રેકની મ્યુઝિકલ સફર દર્શકોના મન પર હંમેશને માટે પોતાની કાયમી છાપ છોડશે.
અર્પિતા ચક્રવર્તી આ વર્ષમાં અનેક નવા indies લૉન્ચ કરવા જઈ રહી છે ત્યારે તેણે જણાવ્યું કે, “આ મારા માટે ખુબજ ગર્વની વાત છે કે મને આ ક્લાસિક ગીતને રજૂ કરવાની તક મળી, હું આશા રાખું છું કે આ ગીત દ્વારા હું ભારતરત્ન એવા લતા મંગેશકરનાં અદ્ભૂત કાર્યોને સન્માન આપી શકીશ. ‘હૈ ઇસી મેં પ્યાર કી આબરૂ’ ગીત મને રિવાઈવ કરવા મળ્યું એનો મને આનંદ છે. હૈ ઇસી મેં પ્યાર કી આબરૂ ગીતને કારણે મને પુષ્કર જોગ જેવા કલાકારો સાથે કામ કરવાની તક મલી અને આ ગીત દ્વારા હું લિરિસિસ્ટ તરીકેની શરૂઆત કરું છું તેથી મારે માટે આ ગીતનું ખાસ મહત્વ છે અને હું આ ગીતને સાંભળીને દર્શકોના ચહેરાનો પ્રતિભાવને જોવા તત્પર છું.
આ પણ વાંચો : ઈન્દિરાએ ખસેડ્યા, રાજીવે સસ્પેન્ડ કર્યા, એસ જયશંકરે જણાવ્યો પિતાનો કિસ્સો
અર્પિતા ચક્રવર્તી દ્વારા પ્રસ્તુત `હૈ ઈસી મેં પ્યાર કી આબરૂ` ગીત બૉલિવૂડના ચાહકોએ ચોક્કસ સાંભળવું જોઈએ. અર્પિતાએ મખમલી, પૈસા યે પૈસા (ટોટલ ધમાલ), લોરી ઑફ ડેથ (રાહિની એમએમએસ 2), રસ કે ભરે તોરે નૈન (સત્યાગ્રહ) જેવા ગીતોમાં પોતાના મંત્રમુગ્ધ કરી દેતા સ્વર દ્વારા પોતાની એક આગવી જગ્યા બનાવી છે. તેણે તાજેતરમાં જ લોકપ્રિય GIFA એવૉર્ડ્સમાં બેસ્ટ પ્લેબૅક સિંગર તરીકે પણ નોમિનેટ કરવામાં આવી હતી.


