પહેલી વાર બહેન વગર દિવાળી સેલિબ્રેશન કરશે અર્જુન કપૂર
અર્જુન કપૂર, અંશુલા
અર્જુન કપૂર આ વખતે તેની બહેન અંશુલા સાથેની દિવાળીની ઉજવણીને મિસ કરશે. અર્જુન કપૂર હાલમાં ‘ભૂત પોલીસ’નું શૂટિંગ ધરમસાલામાં કરી રહ્યો છે. દિવાળી સેલિબ્રેશન વિશે અર્જુન કપૂરે કહ્યું હતું કે ‘હું હંમેશાં મારી ફૅમિલી અથવા તો ફ્રેન્ડ્સ સાથે દિવાળી મનાવું છું. ખાસ કરીને તો અંશુલા સાથે. દિવાળીમાં અમે ઘરમાં પૂજાની સાથે શરૂઆત કરીએ છીએ. આ વર્ષે તો મને લાગે છે કે તેણે એકલા જ બધું કરવાનું રહેશે. હું તેની સાથે ઝૂમ કૉલ પર વાત કરીશ. મને લાગે છે કે આ વખતે ભાઈ-બહેનનો પ્રેમ પર્સનલી નહીં પરંતુ ડિજિટલી થવાનો છે.’
કામ મળી રહ્યું છે એ વિશે પણ ખુશી વ્યક્ત કરતાં અર્જુન કપૂરે કહ્યું હતું કે ‘હું કામ કરતો રહીશ. જોકે હું નસીબદાર છું કે આ વર્ષે કટોકટીની વચ્ચે પણ મને કામ મળી રહ્યું છે. મને લાગે છે કે મારા ફ્રેન્ડ્સ અને ફૅમિલી પણ એ વાતને સમજશે કે જેટલું ઓછું સોશ્યલાઇઝેશન હશે, જેટલું વધારે ડિસ્ટન્સ રાખીશું એટલું જ આપણને વાઇરસથી વધારે રક્ષણ મળશે.’