મલાઇકા અરોરા સાથે અર્જુન કપૂરના બ્રેકઅપની ચર્ચા ખૂબ ચગી છે
અર્જુન કપૂર
મલાઇકા અરોરા સાથે અર્જુન કપૂરના બ્રેકઅપની ચર્ચા ખૂબ ચગી છે. જોકે બન્નેએ હજી સુધી એ વિશે કન્ફર્મ નથી કર્યું. તેઓ બન્ને સોશ્યલ મીડિયામાં કટાક્ષ ભરેલી પોસ્ટ શૅર કરતા રહે છે. તાજેતરમાં જ મલાઇકાએ ઇન્સ્ટાસ્ટોરી પર લખ્યું હતું કે પ્રેમમાં તેને પૂરો વિશ્વાસ છે. ૨૬ જૂને અર્જુનનો બર્થ-ડે હતો અને એ સેલિબ્રેશનમાં મલાઇકા સામેલ નહોતી થઈ. એથી તેમના બ્રેકઅપની ચર્ચાને વધુ વેગ મળે છે. તો ફરી એક વખત અર્જુને દર્દને વ્યક્ત કરતી પોસ્ટ શૅર કરી હતી. ગઈ કાલે ઇન્સ્ટાસ્ટોરી પર અર્જુન કપૂરે લખ્યું કે પસ્તાવાના દર્દ કરતાં તો ડિસિપ્લિનનું દર્દ સારું છે.

