તેણે હાલમાં ઑફ-શોલ્ડર બ્લૅક મોનોકિની પહેરેલા પોતાના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા.
અંશુલા કપૂર
બોની કપૂરની દીકરી અને અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરનું બૉડી ટ્રાન્સફૉર્મેશન જોઈને સૌકોઈ ચોંકી ઊઠ્યા છે. તેણે હાલમાં ઑફ-શોલ્ડર બ્લૅક મોનોકિની પહેરેલા પોતાના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. ફોટોમાં તેની અદા મારકણી દેખાય છે. તે ફિલ્મોમાં ઍક્ટિવ નથી, પરંતુ સોશ્યલ મીડિયામાં તે હંમેશાં છવાયેલી રહે છે. તેણે શૅર કરેલા ફોટોથી તે લાઇમલાઇટમાં આવી છે. અંશુલાએ પોતાનું વજન ઘટાડી દીધું છે. એ ફોટો જોઈને સોશ્યલ મીડિયા યુઝર્સ વિવિધ કમેન્ટ્સ કરી રહ્યા છે. પોતાના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અંશુલાએ કૅપ્શન આપી હતી, ‘આટલાં વર્ષોમાં મેં મારી જાતને અનેક વખત એમ કહીને બૉડીસૂટ પહેરતાં અટકાવી કે એ મારા શરીરના આકારને માફક નહીં આવે. એથી મેં એ પહેરવાનું બંધ કરી દીધું. જોકે આ વર્ષે મને અહેસાસ થયો કે દરેક વસ્તુઓ પર હાથ અજમાવવામાં ખૂબ ખુશી મળે છે. મેં કદી મારી જાતને એ બાબત અગાઉ એક્સપ્લોર નહોતી કરી. એક વખત તો મારે આ અનુભવ લેવો હતો. આજે પણ શીખી રહી છું અને પ્રયાસ કરી રહી છું કે મારા સ્ટ્રેચ માર્ક્સ, સેલ્યુસાઇટ, ટમી રોલ્સ વગેરે મારું બેસ્ટ દેખાડવા માટે અને મારી અસલામતીની લાગણી પર હાવી ન થાય. આ હું છું, મારા કર્લ્સને વિખેર્યા છે. મારી ટીમ જેના પર મને વધુ વિશ્વાસ છે તેમની સાથે કામ કરવાની ખૂબ મજા આવી. એની દરેક ક્ષણને હું ચાહું છું.’