૨૦૧૩માં આવેલી ‘આશિકી 2’ના ગીત ‘તુમ હી હો’થી તે ખૂબ ફેમસ થયો હતો.

અરિજિત સિંહ
સિંગર અરિજિત સિંહ હાલમાં તેના પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં આવેલા ઘરે રોકાયો છે. ત્યાં તે ગ્રોસરી ખરીદવા સીધાંસાદાં કપડાં પહેરીને સ્કૂટર લઈને નીકળ્યો હતો. ૨૦૧૩માં આવેલી ‘આશિકી 2’ના ગીત ‘તુમ હી હો’થી તે ખૂબ ફેમસ થયો હતો. ત્યાર બાદથી તે સફળતાનાં અનેક સોપાન સર કરતો ગયો. તેનો હાલનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એને જોઈને તેના ફૅન્સ તેની સાદગી પર ફિદા થયા છે. તેના ચહેરા પર સ્માઇલ છે. સોશ્યલ મીડિયામાં તેની ખાસ્સી પ્રશંસા કરવામાં આવી રહી છે. એક સોશ્યલ મીડિયા યુઝરે લખ્યું કે ‘તેના જેવા લોકો પણ આજે રહે છે. તે શાઇનિંગ સ્ટાર હોવા છતાં પણ આવું સરળ જીવન પસાર કરે છે. વિશ્વાસ નથી બેસતો.’