Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઔરંગાબાદની કૉન્સર્ટમાં ફૅન દ્વારા ખેંચવામાં આવતાં ઇન્જર્ડ થયો અરિજિત સિંહ

ઔરંગાબાદની કૉન્સર્ટમાં ફૅન દ્વારા ખેંચવામાં આવતાં ઇન્જર્ડ થયો અરિજિત સિંહ

09 May, 2023 02:37 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઘટના રવિવારે થઈ હતી

અરિજિત સિંહ

અરિજિત સિંહ


અરિજિત સિંહને હાલમાં જ તેની કૉન્સર્ટમાં ઈજા થઈ છે. ઔરંગાબાદમાં તેના લાઇવ કૉન્સર્ટમાં એક ફૅન દ્વારા તેને હાથ પકડીને ખેંચવાની કોશિશ કરવામાં આવી હતી. આ ઘટના રવિવારે થઈ હતી. આ ઇવેન્ટના કેટલાક ફોટો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે જેમાં અરિજિત તેના ફૅનનો હાથ છોડાવતો જોવા મળી રહ્યો છે. એક વિડિયો પણ વાઇરલ થયો છે. આ વિડિયોમાં અરિજિત સિંહ કહી રહ્યો છે કે ‘તું મારો હાથ શું કામ ખેંચી રહ્યો છે? જો હવે હું મારો હાથ પણ નથી હલાવી શકતો.’

ત્યાર બાદ તેણે ફરી ફૅન્સને કહ્યું હતું કે ‘હું ઇચ્છુ છું કે તમે લોકો મજા કરો, પરંતુ હું જો પર્ફોર્મ નહીં કરું તો તમને લોકોને મજા પણ નહીં આવે. તમે લોકોએ મારો જે રીતે હાથ ખેંચ્યો છે એને કારણે હવે મારા હાથ પણ ધ્રૂજી રહ્યા છે. શું હવે સ્ટેજ છોડીને જતો રહું?’


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2023 02:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK