મને વિશ્વાસ નથી બેસતો કે મેં વિરાટ કોહલીને જોયા અને તેમને મળી. મારી ખુશી હું છુપાવી નહોતી શકતી. અનુષ્કા શર્મા, આના માટે ખૂબ આભાર.’

વિરાટ કોહલી અનુષ્કાની કૉ-સ્ટાર સાથે
અનુષ્કા શર્માની આગામી ફિલ્મ ‘ચકડા એક્સપ્રેસ’ની કો-સ્ટાર અંશુલ ચૌહાણ જ્યારે વિરાટ કોહલીને મળી તો તેના આનંદની કોઈ સીમા ન રહી. ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર આ ફિલ્મ આધારિત છે. આ ફિલ્મમાં તેણે કરેલા રેકૉર્ડ્સની સાથે જ તેની સ્ટ્રગલની સ્ટોરી પણ લોકોને દેખાડવામાં આવશે. અંશુલના બર્થ-ડે નિમિત્તે તેને સરપ્રાઇઝ આપતાં વિરાટ કોહલીએ તેની સાથે મુલાકાત કરી હતી. તેને જોતાં જ અંશુલના ચહેરા પરની ખુશી અનેકગણી વધી ગઈ. એનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અંશુલે કૅપ્શન આપી હતી, ‘ખરેખર ફૅન મોમેન્ટ હતી. મારો બર્થ-ડે અદ્ભુત બની ગયો. મને વિશ્વાસ નથી બેસતો કે મેં વિરાટ કોહલીને જોયા અને તેમને મળી. મારી ખુશી હું છુપાવી નહોતી શકતી. અનુષ્કા શર્મા, આના માટે ખૂબ આભાર.’