એક ફોટોમાં તે પોતાની ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરી રહી છે. બીજા ફોટોમાં આલિયા અને શેન એકબીજાને કિસ કરી રહ્યાં છે
ફાઇલ તસવીર
દિગ્દર્શક અનુરાગ કશ્યપ (Anurag Kashyap)ની પુત્રી આલિયા કશ્યપે (Aaliyah Kashyap) તેના બોયફ્રેન્ડ શેન ગ્રેગોઇર સાથે સગાઈ કરી લીધી છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. સોશિયલ મીડિયા પ્રભાવક આલિયાએ ઇન્ડોનેશિયાના બાલીથી તસવીરો શેર કરીને આ વિશે માહિતી આપી છે. એક ફોટોમાં તે પોતાની ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરી રહી છે. બીજા ફોટોમાં આલિયા અને શેન એકબીજાને કિસ કરી રહ્યાં છે. તેણે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે. પોસ્ટ પર કૉમેન્ટ કરતાં અનુરાગ કશ્યપે પુત્રીને અભિનંદન પાઠવ્યા હતા.
ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરી
ADVERTISEMENT
સગાઈની જાહેરાત કરતાં આલિયાએ કેપ્શનમાં લખ્યું છે કે, “થયું એવું કે મારા બેસ્ટ ફ્રેન્ડ, મારા પાર્ટનર, મારા જીવનસાથી અને હવે મારા મંગેતર. તું જ મારા જીવનનો પ્રેમ છે. બિનશરતી પ્રેમ શું છે તે મને સમજાવવા બદલ આભાર. તને હા કહેવી એ મેં અત્યાર સુધી કરેલી સૌથી સહેલી વસ્તુ હતી. હું મારી બાકીની જિંદગી તારી સાથે વિતાવવા આતુર છું, મારા પ્રેમ.” શેને પણ આ જ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
ખુશી કપૂરે અભિનંદન પાઠવ્યા
આલિયાની બેસ્ટ ફ્રેન્ડ ખુશી કપૂરે તેની ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું છે કે, “મારી બેસ્ટ ફ્રેન્ડની સગાઈ થઈ ગઈ છે.” જાહ્નવી કપૂરે કમેન્ટ સેક્શનમાં લખ્યું, “વ્હૉટ?” તો પાવેલ ગુલાટીએ હાર્ટ ઇમોજી ઉમેર્યું હતું. સુહાના ખાને આ પોસ્ટ લાઈક કરી છે.
આ પણ વાંચો: કંઈ પણ લખતાં પહેલાં ડબલ ચેક કરવું જરૂરી છે : ઝીનત અમાન
અનુરાગ કશ્યપ હાલમાં કાન્સમાં છે, જ્યાં તેની ફિલ્મ `કેનેડી` બતાવવામાં આવશે. આલિયા અનુરાગ કશ્યપની પૂર્વ પત્ની અને ફિલ્મ એડિટર આરતી બજાજની પુત્રી છે. 22 વર્ષની આલિયા તેની પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે, જ્યાં તે ફેશન અને બ્યુટી ટીપ્સ શૅર કરે છે. તેની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવાની કોઈ યોજના નથી.