તે બાળકોને તેમનું નામ પણ યાદ છે. એમાં અભિષેક કહે છે કે અનુપમ ખેર ખૂબ સારા છે અને તે બાળકોને જમાડે છે.
અનુપમ ખેર
અનુપમ ખેરે ઉત્તરાખંડનાં બાળકોને મળવાનો અનુભવ શૅર કર્યો છે. તેમને મળીને અનુપમ ખેરને તેમના બાળપણની યાદો તાજી થઈ ગઈ હતી. તાજેતરમાં જ તેમણે ‘તન્વી ધ ગ્રૅટ’નું શૂટિંગ ઉત્તરાખંડના લૅન્સડાઉનમાં પૂરું કર્યું છે. એ દરમ્યાન તેમની મુલાકાત ત્યાંનાં બાળકો સાથે થઈ હતી. અનુપમ ખેરે તેમને કારમાં બેસાડ્યાં હતાં. તે બાળકોને તેમનું નામ પણ યાદ છે. એમાં અભિષેક કહે છે કે અનુપમ ખેર ખૂબ સારા છે અને તે બાળકોને જમાડે છે. એનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુપમ ખેરે કૅપ્શન આપી, ‘જીવનનો બોધપાઠ : બીજા વિડિયોના અંતમાં પાંચ વર્ષના અભિષેકે જે વાત કહી છે એ અત્યાર સુધીમાં મને મળેલો બેસ્ટ રિવૉર્ડ છે. આ બન્ને વિડિયોમાં મને શિમલામાં પસાર કરેલા મારા બાળપણના દિવસોની ઝલક જોવા મળી. આ બાળકો મને લૅન્સડાઉનમાં મળતાં હતાં. હું તેમને સ્કૂલમાં જતાં જોતો હતો. ક્યારેક મારી ગાડીથી તેમને સ્કૂલમાં લઈ જતો હતો, ક્યારેક તેમની સાથે ચા-નાસ્તો પણ કરતો હતો. તેમની સાથે વાતો કરીને મને સારું લાગતું હતું અને શાંતિ મળતી હતી. ભગવાન આ બાળકોને હંમેશાં ખુશ રાખે. હવે આવી નિર્દોષતા શહેરોનાં બાળકોમાં ખૂબ ઓછી જોવા મળે છે.’

