તન્વી ધ ગ્રેટનું શેડ્યુલ પૂરું થતાં ટીમના કામની કદર કરીને અનુપમ ખેરે કહ્યું...
`તન્વી ધ ગ્રેટ’ફિલ્મની ટીમ
અનુપમ ખેરે તેમની ડિરેક્ટર તરીકેની ‘તન્વી ધ ગ્રેટ’નું લૈંસડાઉનનું શૂટિંગ શેડ્યુલ પૂરું કર્યું છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર તેમની ટીમ સાથેનો વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં તેઓ તેમનાં વખાણ પણ કરી રહ્યાં છે. તેમણે તેમની ૬૯મી વરસગાંઠ દરમ્યાન આ નવી ફિલ્મની જાહેરાત કરી હતી. તેઓ વર્ષ બાદ ફરી ડિરેક્શન પર હાથ અજમાવી રહ્યા હતા. આ વિડિયો શૅર કરીને અનુપમ ખેરે કૅપ્શન આપી હતી કે ‘અમે ‘તન્વી ધ ગ્રેટ’નું લૈસડાઉનનું મૅરથૉન શેડ્યુલ પૂરું કર્યું છે. હું મારા ખૂબ જ હોશિયાર અસિસ્ટન્ટ્સનો આભાર માનું છું જેમણે ખૂબ જ અદ્ભુત અને સખત કામ કર્યું છે. એક વર્ષ સુધી પ્રી-પ્રોડક્શન કરવા છતાં એનું એક્ઝિક્યુશન કરવું થોડું મુશ્કેલ હતું. હું મારા દરેક ફ્રેન્ડ્સનો ફરી આભાર માનું છું. જોકે તમારા કામની કદર કરતી આ પોસ્ટને તમારા દિમાગ પર હાવી કરવાની જરૂર નથી. આપણે હજી ઘણું કામ કરવાનું બાકી છે. આગામી અઠવાડિયે મારી ઑફિસમાં મળીશું. જય હો.’

