Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સિંગર નહીં, પરંતુ ઍક્ટર બનવું હતું અનુ મલિકને

સિંગર નહીં, પરંતુ ઍક્ટર બનવું હતું અનુ મલિકને

Published : 29 August, 2023 06:08 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનુ મલિકની ઇચ્છા સિંગર બનવાની નહીં, પરંતુ ઍક્ટર બનવાની હતી. તે હાલમાં ‘સા રે ગા મા પા’ને જજ કરી રહ્યો છે.

અનુ મલિક

અનુ મલિક


અનુ મલિકની ઇચ્છા સિંગર બનવાની નહીં, પરંતુ ઍક્ટર બનવાની હતી. તે હાલમાં ‘સા રે ગા મા પા’ને જજ કરી રહ્યો છે. આ શોમાં તેની સાથે હિમેશ રેશમિયા અને નીતિ મોહન પણ જજ તરીકે જોવા મળી રહ્યાં છે જેને આદિત્ય નારાયણ હોસ્ટ કરી રહ્યો છે. આ શોમાં ટૉપ ટ્વેલ્વની જગ્યા મેળવવા માટે ખૂબ જ રસાકસી થઈ હતી. પંજાબના એક સ્પર્ધક અનમોલે ‘એક કુડી’ ગીત દ્વારા દરેકને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તે એક સારો સિંગર હોવાની સાથે કમ્પોઝર અને રાઇટર પણ છે. તેણે તેની કેટલીક શાયરી પણ સંભળાવી હતી. તેની આ ટૅલન્ટને લઈને અનુ મલિકે પોતાના જૂના દિવસો યાદ કરતાં કહ્યું કે ‘તું એક સારો સિંગર છે, પરંતુ મારા માટે એના કરતાં વધુ સારો રાઇટર છે. તારે લાઇફમાં શું બનવું છે એના માટે તારે પોતાની સાથે ફાઇટ કરવી પડશે. હું જે કરવું હોય એમાં સો ટકા આપવામાં માનું છું. હું જ્યારે યુવાન હતો ત્યારે મને ઍક્ટર બનવું હતું. જોકે મેં જ્યારે કેટલાક ઍક્ટરને જોયા કે તેમનામાં ઍક્ટર બનવાની કેટલી ધગશ છે એ જોઈને મને લાગ્યું કે મારામાં ઍક્ટર બનવાની એ વાત નથી. ત્યાર બાદ મેં ટ્યુન્સ બનાવવાની શરૂ કરી અને આજે હું તમારી સામે બેઠો છું. હું એટલું જ કહેવા માગું છું કે તું એવું કામ કર કે એમાં તું માહેર થઈ શકે અને તારી ટૅલન્ટનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે.’


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2023 06:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK