Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રૉબર્ટ દ નીરો, અલ પચીનો અને કમલ હાસનનું મિશ્રણ છે રણબીર : સંદીપ રેડ્ડી વંગા

રૉબર્ટ દ નીરો, અલ પચીનો અને કમલ હાસનનું મિશ્રણ છે રણબીર : સંદીપ રેડ્ડી વંગા

Published : 24 November, 2023 10:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍનિમલ’ના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વંગાએ રણબીર કપૂરની પ્રશંસા કરી છે. તેણે જણાવ્યું કે રણબીર રૉબર્ટ દ નીરો, અલ પચીનો અને કમલ હાસનનું મિશ્રણ છે. ‘ઍનિમલ’માં રણબીર હટકે અવતારમાં દેખાવાનો છે. આ ફિલ્મ પહેલી ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

રણબીર કપૂર , સંદીપ રેડ્ડી વંગા

રણબીર કપૂર , સંદીપ રેડ્ડી વંગા


‘ઍનિમલ’ના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વંગાએ રણબીર કપૂરની પ્રશંસા કરી છે. તેણે જણાવ્યું કે રણબીર રૉબર્ટ દ નીરો, અલ પચીનો અને કમલ હાસનનું મિશ્રણ છે. ‘ઍનિમલ’માં રણબીર હટકે અવતારમાં દેખાવાનો છે. આ ફિલ્મ પહેલી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં અનિલ કપૂર, રશ્મિકા મંદાના અને બૉબી દેઓલ પણ જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર ગઈ કાલે રિલીઝ કર્યું છે. આ ટ્રેલરમાં રણબીર બ્લડથર્સ્ટી જોવા મળી રહ્યો છે. તે આવો પહેલાં ક્યારેય જોવા નથી મળ્યો. રણબીરની પ્રશંસા કરતાં સંદીપ રેડ્ડી વંગાએ કહ્યું કે ‘રણબીર એક ગ્રૅટ ઍક્ટર છે. તે હટકે અને ઑરિજિનલ ઍક્ટર છે. મને એવું લાગે છે કે તે ઘણા ઍક્ટર્સનું મિશ્રણ છે. અન્ય ઍક્ટર્સ સાથે સરખામણી કરવી ખોટું કહેવાય. જોકે મને એવું લાગે છે કે તે રૉબર્ટ દ નીરો, અલ પચીનો અને કમલ હાસનનું મિશ્રણ છે. રણબીરની કોઈ લિમિટેશન નથી. આ ફિલ્મના કૅરૅક્ટરની જેમ તે ગુસ્સો નથી કરતો. તે ખૂબ શાંત વ્યક્તિ છે. મને યાદ છે કે તેના માટે જ્યારે રોષથી ભરેલા સીન લખતો તો હું તેને ઘણી વખત પૂછતો કે રણબીર, તું ક્યારે ગુસ્સે થાય છે? તો તે કહેતો કે ‘હું ગુસ્સો નથી કરતો. સંદીપ, આ વાત તું મને સાતમી કાં તો નવમી વખત પૂછી રહ્યો છે.’’

રણબીરની ‘રૉકસ્ટાર’ સંદીપે બે વખત જોઈ હતી. એ વિશે સંદીપે કહ્યું કે ‘મેં એક જ દિવસે તેની ‘રૉકસ્ટાર’ના બે શો જોયા હતા. મને એમાં તે ખૂબ ગમ્યો હતો અને આ વાત મેં તેને પણ કહી હતી. મેં કદી વિચાર્યું નહોતું કે મને તેની સાથે કામ કરવાની કદી તક મળશે. એક કન્સેપ્ટ તરીકે આ મારી બીજી ફિલ્મ છે. મને એ વાતની ખુશી છે કે મને જલદી જ તેની સાથે કામ કરવા મળ્યું. તેણે મને કૉલ કરીને કહ્યું કે ‘આપણે સાથે ફિલ્મ કરવી જોઈએ.’ આ વાત તેણે ‘કબીર સિંહ’ બાદ કહી હતી. ખરેખર તો તેણે મને ‘અર્જુન રેડ્ડી’ બાદ ટેક્સ્ટ મેસેજ કર્યો હતો. એ અજાણ્યા નંબરમાંથી આવ્યો હોવાથી મેં એના તરફ ધ્યાન ન આપ્યું. એ ભૂલ થઈ હતી. એ વાતની જાણ થઈ તો હું ખુશ થયો હતો.’



આ સિવાય આ ફિલ્મમાં બૉબી દેઓલ વિલનના રોલમાં દેખાવાનો છે. તેના વિશે સંદીપે કહ્યું કે ‘તે ગ્રેટ વ્યક્તિ છે. પહેલા દિવસથી જ બૉબી અમારા દિમાગમાં હતો. મેં ૨૦૨૦ કાં તો ૨૦૨૧માં તેને કૉલ કર્યો હતો. તે ‘ક્લાસ 83’ને પ્રમોટ કરી રહ્યો હતો. અમારી ફિલ્મના એક સીનમાં તે શર્ટલેસ હતો. એ સીન અમે સ્કૉટલૅન્ડમાં માઇનસ થ્રી ડિગ્રીમાં શૂટ કર્યો હતો. તેણે એ શૉટ સરસ રીતે કર્યો હતો.’


ભૂષણ કુમારે પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મનું ટીઝર લોકોને ખૂબ ગમ્યું છે. ફિલ્મને હવે લોકો કેવો રિસ્પૉન્સ આપે છે એ જાણવા માટે ડિરેક્ટર આતુર છે. એ વિશે સંદીપે કહ્યું કે ‘દરેકને એ ખૂબ ગમ્યું એની મને ખુશી છે. મેં ત્રણ વર્ષ કરતાં પણ વધુ સમય આ ફિલ્મને આપ્યો છે. લોકોને તમારું કામ ગમે તો એ જાણીને આનંદ થાય છે. મને લાગે છે કે આ ફિલ્મ બ્લૉકબસ્ટર બનશે. ઘણો સમય થઈ ગયો છે કે પિતા-પુત્રની સ્ટોરી નથી દેખાડવામાં આવી.’

આપણા દેશમાં બનેલી પિતા-પુત્રની સ્ટોરી દેખાડતી ફિલ્મોને જોતાં આશા છે કે ભૂષણ કુમાર, સંદીપ રેડ્ડી વંગા, રણબીર કપૂર, બૉબી દેઓલ, રશ્મિકા મંદાના અને આખી ટીમ લોકોની અપેક્ષાએ ખરી ઊતરે.
- અનિલ કપૂર, ‘ઍનિમલ’ના ટ્રેલર વિશે


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2023 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK