આ ફિલ્મની એક પ્રમોશનલ ઇવેન્ટમાં મહેશ બાબુ અને એસ. એસ. રાજામૌલીએ હાજરી આપી હતી. આ ફિલ્મમાં બૉબીએ વિલનનું પાત્ર ભજવ્યું છે.
મહેશ બાબુ
મહેશ બાબુનું કહેવું છે કે બૉબી દેઓલને જોઈને તેના હાથમાંથી ફોન પડી ગયો હતો. સંદીપ રેડ્ડી વાંગાની ‘ઍનિમલ’માં રણબીર કપૂર, રશ્મિકા મંદાના, બૉબી અને અનિલ કપૂરે કામ કર્યું છે. આ ફિલ્મના ટીઝર અને ટ્રેલર બન્નેમાં જ્યારે પણ બૉબી દેઓલ આવે છે ત્યારે તેનાં ખૂબ જ વખાણ થઈ રહ્યાં છે. આ ફિલ્મની એક પ્રમોશનલ ઇવેન્ટમાં મહેશ બાબુ અને એસ. એસ. રાજામૌલીએ હાજરી આપી હતી. આ ફિલ્મમાં બૉબીએ વિલનનું પાત્ર ભજવ્યું છે. તેના પાત્ર વિશે વાત કરતાં મહેશ બાબુએ કહ્યું કે ‘બૉબી, તું એન્ડમાં આવે છે પરંતુ તને જોઈને દિમાગ ચકરાવે ચડી ગયું હતું. મારો ફોન પડી ગયો હતો. તારું ટ્રાન્સફૉર્મેશન ગજબનું છે. એક દર્શક તરીકે પણ અમારા માટે આ પ્રેરણાત્મક છે. મોટી સ્ક્રીન પર તને જોવા માટે હું આતુર છું.’

