૨૦૦૧માં આવેલી આ ફિલ્મમાં અનિલ કપૂર એક દિવસનો મુખ્ય પ્રધાન બન્યો હતો.
અનિલ કપૂર
અનિલ કપૂર હાલમા મુંબઈમાં તેની ફિલ્મ ‘નાયક : ધ રિયલ હીરો’ના ડિરેક્ટર એસ. શંકરને મળતાં સીક્વલની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ૨૦૦૧માં આવેલી આ ફિલ્મમાં અનિલ કપૂર એક દિવસનો મુખ્ય પ્રધાન બન્યો હતો. એસ. શંકર ગઈ કાલે અનિલ કપૂરના ઘરે તેમને મળવા ગયો હતો. સ્પેશ્યલ ઘરે મળવા ગયો હોવાથી આ ફિલ્મની સીક્વલની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. અગાઉ પણ આ વિશે ચર્ચા ચાલી હતી, પરંતુ એ વિશે વાત આગળ નહોતી વધી. જોકે હાલમાં તેઓ સાથે દેખાતાં એ વાતને ફરી વેગ મળ્યો છે.
વેકેશન હોવાથી દીકરાને સેટ પર લઈ ગયો અજય દેવગન?
ADVERTISEMENT
અજય દેવગન દીકરા યુગ સાથે ગઈ કાલે જોધપુરમાં જોવા મળ્યો હતો. તે તેની આગામી ફિલ્મ ‘રેઇડ 2’ના શૂટિંગ માટે ગયો છે અને તેની સાથે દીકરો પણ જોવા મળ્યો હતો. દીકરાને સ્કૂલમાં વેકેશન પડી ગયું હતું એટલે તે તેને સાથે લઈ ગયો હોય એવું લાગે છે.
કૉમેડિયન ભારતી સિંહના હસબન્ડે ખરીદી એક કરોડની કાર
કૉમેડિયન ભારતી સિંહના પતિ હર્ષ લિંબાચિયાએ ૧.૩ કરોડ રૂપિયાની લક્ઝરી કાર ખરીદી છે. હર્ષે ઇન્સ્ટાગ્રામ પર કારના ફોટો શૅર કર્યા હતા. તેણે મર્સિડીઝ બેન્ઝ કાર ખરીદી છે અને એની કિંમત ૧.૩૨ કરોડથી શરૂ થઈને ૧.૩૭ કરોડ રૂપિયા સુધીની છે. આ કારમાં ભારતી તેના પતિ અને દીકરા લક્ષ્ય સાથે ડ્રાઇવ પર ગઈ હતી. ભારતી અને હર્ષ ૭ વર્ષ રિલેશનશિપમાં હતાં અને ૨૦૧૭માં તેમણે લગ્ન કર્યાં હતાં. ત્યાર બાદ તેઓ હંમેશાં સાથે કામ કરતાં જોવા મળે છે. તેઓ ઘણા શો હોસ્ટ કરવાની સાથે યુટ્યુબ પર પોતાની ચૅનલ પણ ચલાવે છે અને તેમની પોતાની પ્રોડક્શન-કંપની પણ છે.
જોઈ લો પ્રીતિનો રેટ્રો લુક
પ્રીતિ ઝિન્ટાએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર કેટલાક ફોટો શૅર કર્યા હતા. તેણે જે ડ્રેસ પહેર્યો છે એની સાથે મૅચિંગ સ્કાર્ફ પણ છે. તેનો આ રેટ્રો લુક છે. આ લુકને લઈને તેના ફૅન્સ તેની ઘણી તારીફ કરી રહ્યા છે. કેટલાક તો કહી રહ્યા છે કે ‘તું ઓળખી પણ નથી શકાતી.’

