ભાઈ બોની કપૂર સાથેના વિવાદ પર અનિલ કપૂરે કહ્યું...
બોની કપૂર, અનિલ કપૂર
બોની કપૂરે ‘નો એન્ટ્રી 2’માં અનિલ કપૂરને કાસ્ટ નથી કર્યો. એને કારણે અનિલ કપૂર નારાજ હોય એવું લાગે છે. ૨૦૦૫માં ‘નો એન્ટ્રી’ રિલીઝ થઈ હતી. એ ફિલ્મમાં સલમાન ખાન, અનિલ કપૂર, ફરદીન ખાન, બિપાશા બાસુ, લારા દત્તા, ઈશા દેઓલ અને સેલિના જેટલી લીડ રોલમાં હતાં. હવે એની સીક્વલમાં અર્જુન કપૂર, વરુણ ધવન અને દિલજિત દોસંજ લીડ રોલમાં દેખાશે. એમાં અનિલ કપૂરને ન લેવા વિશે બોની કપૂર કહે છે, ‘હું મારા ભાઈ અનિલને ‘નો એન્ટ્રી 2’ વિશે કાંઈ માહિતી આપું એ પહેલાં ન્યુઝ લીક થઈ ગયા અને તે ગુસ્સે થઈ ગયો. હું જાણું છું કે તેને પણ આ ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા હતી. હું તેને જણાવવા માગતો હતો કે મેં આવું શું કામ કર્યું.’
તો બીજી તરફ અનિલ કપૂર કહે છે, ‘ઘર કી બાત હૈ, ઘર મેં રહને દો. ઉસે ક્યા ડિસ્કસ કરના? આગે બઢો. દેખો ઘર કી બાત કો ક્યા ડિસ્કસ કરના. તેઓ કદી પણ રૉન્ગ ન હોઈ શકે.’


