સ્મોકિંગ કરતો તેનો ફોટો વાઇરલ થતાં લોકો તેના પર ધિક્કાર વરસાવી રહ્યા છે

અનન્યા પાન્ડે
અનન્યા પાન્ડેનો સિગારેટ પીતો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. અનન્યા તેની કઝિન અલાના પાન્ડેની મેંદી સેરેમનીમાં પહોંચી હતી. અનન્યાની કઝિન અલાનાનાં લગ્ન ગુરુવારે તેના બૉયફ્રેન્ડ ઇવોર મૈક્રોં સાથે થયાં છે.
સ્મોકિંગ કરતો તેનો ફોટો વાઇરલ થતાં લોકો તેના પર ધિક્કાર વરસાવી રહ્યા છે. એ ફોટો જોતાં સોશ્યલ મીડિયા યુઝરે લખ્યું કે અનન્યા સ્મોકર હશે એવી અપેક્ષા નહોતી રાખી. તો અન્યએ લખ્યું કે ‘તે સ્મોક કરી રહી છે. વિશ્વાસ નથી બેસતો. તેને શરમ આવવી જોઈએ.’
એકે લખ્યું કે કૂલ દેખાવા માટે આ સ્ટાર કિડ્સ કંઈ પણ કરે છે. અન્યએ લખ્યું કે મારી ફેવરિટ અનન્યા આવી ન હોઈ શકે.