Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનન્યા પાંડેને હવે આ ભૂતપૂર્વ મોડલને કરી રહી છે ડેટ? અંબાણી પરિવાર સાથે છે ક્લોઝ

અનન્યા પાંડેને હવે આ ભૂતપૂર્વ મોડલને કરી રહી છે ડેટ? અંબાણી પરિવાર સાથે છે ક્લોઝ

07 August, 2024 09:06 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Ananya Panday New Date: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા અંબાણી પરિવાર દ્વારા આયોજિત ક્રૂઝ પાર્ટીમાં તે વોકરને મળી હતી.

અનન્યા પાંડેએ અને ભૂતપૂર્વ મોડલ વોકર બ્લેન્કો (તસવીર સૌજન્ય: સેલેબ્સ સોશિયલ મીડિયા)

અનન્યા પાંડેએ અને ભૂતપૂર્વ મોડલ વોકર બ્લેન્કો (તસવીર સૌજન્ય: સેલેબ્સ સોશિયલ મીડિયા)


એક્ટર આદિત્ય રોય કપૂર સાથેના બ્રેકઅપના અનેક મહિના પછી, બૉલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Panday New Date) હવે એક ભૂતપૂર્વ મોડલને ડેટ કરી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અનન્યા પાંડે ભૂતપૂર્વ મોડલ વોકર બ્લેન્કોને ડેટ કરી રહી છે. એક અહેવાલ મુજબ ટુડે મુજબ, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા અંબાણી પરિવાર દ્વારા આયોજિત ક્રૂઝ પાર્ટીમાં તે વોકરને મળી હતી. અનન્યાએ વોકરને અનંત અને રાધિકાના લગ્નમાં તેના જીવનસાથી તરીકે હાજર કર્યો હતો. અનન્યા ક્રુઝ પર વોકરને મળી અને ટૂંક સમયમાં જ બંને વચ્ચે નજીક આવ્યા હતા. બંને હાલમાં એકબીજાને જાણી રહ્યાં છે અને તેમની વચ્ચે સારી મિત્રતા છે. વોકર જામનગરમાં રહે છે અને વંતારા એનિમલ પાર્કમાં અંબાણી માટે કામ કરે છે.


અનંત અને રાધિકા અંબાણીના લગ્નમાં વોકર અનન્યાના ડેટ તરીકે આવ્યો હતો. “અનન્યાએ બધાને લગ્નમાં તેના પાર્ટનર તરીકે વોકરનો પરિચય કરાવ્યો હતી. અનન્યાએ આ વાત કોઈનાથી છુપાવી પણ નહોતી. અનન્યા અને વોકર (Ananya Panday New Date) લગ્નમાં રોમેન્ટિક ગીત પર ડાન્સ પણ કર્યો હતો. જો કે બંને દ્વારા આ રિલેશનને સત્તાવાર જાહેર કરવું તે ખૂબ નવું છે, એમ અહેવાલમાં લખવામાં આવ્યું હતું. આદિત્ય રોય કપૂર અને અનન્યા માર્ચમાં અલગ થઈ ગયા હતા. લગભગ એક મહિના પહેલા તેમનું બ્રેકઅપ થયું હતું. તેઓએ એકબીજા સાથે ઘણો ટાઈમ સ્પેન્ડ કર્યો હતો પણ બંને કોઈ કારણસર જુદા થયા હતા. અનન્યા આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે.



અનન્યા પાંડેના હવે આગામી વેબ સિરીઝ ‘કૉલ મી બે’માં (Ananya Panday New Date) જોવા મળવાની છે. આ સિરીઝ એક અબજોપતિ ફેશનિસ્ટાને અનુસરે છે જે તેના પરિવાર દ્વારા કૌભાંડ અને તેની સ્વતંત્રતા સુધીની સફર બાદ તેના પરિવાર દ્વારા અસ્વીકાર કરવામાં આવી આવે છે તેના આધારે આ સ્ટોરી છે. અનન્યા બેલા બા ચૌધરીનું પાત્ર ભજવશે. આ સિરીઝમાં અનન્યા સાથે વીર દાસ, ગુરફતેહ પીરઝાદા, વરુણ સૂદ, વિહાન સામત, મુસ્કાન જાફરી, નિહારિકા લિરા દત્ત, લિસા મિશ્રા અને મિની માથુર પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળવા છે. આ સાથે અનન્યા પાસે વિક્રમાદિત્ય મોટવાને દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ CTRL પણ છે. આ ફિલ્મ ચોથી ઑક્ટોબરે નેટફ્લિક્સ ઈન્ડિયા પર રિલીઝ થશે. CTRL અનન્યા નેલ્લા અવસ્થી તરીકે અને વિહાન સામત જો મસ્કરેન્હાસની ભૂમિકા ભજવે છે, જે એક રોમેન્ટિક કપલ છે જેઓ સાથે મળીને કન્ટેન્ટ બનાવે છે અને તેમના ઈન્ટરનેટ ઓડિયન્સને પસંદ છે. અનન્યા સી શંકરન નાયરની ‘ધ અનટોલ્ડ સ્ટોરી’ માટે પણ તૈયારી કરી રહી છે. તે છેલ્લે ‘ખો ગયે હમ કહાં’માં સિદ્ધાંત ચતુર્વેદી અને આદર્શ ગૌરવ સાથે જોવા મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2024 09:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK