અન્ય સેલિબ્રિટીની જેમ તેઓ વિમ્બલ્ડન મૅચ જોવા માટે તો નહોતા ગયા પરંતુ ટીવી પર એ મૅચ જરૂર જોઈ હતી
અમિતાભ બચ્ચન
વિમ્બલ્ડનની ફાઇનલ જોઈને અમિતાભ બચ્ચન ખૂબ જ ડિપ્રેસ થઈ ગયા હતા. અમિતાભ બચ્ચનને સ્પોર્ટ્સ ખૂબ જ પસંદ છે. અમિતાભ બચ્ચન ૮૧ વર્ષના છે, પરંતુ તેઓ ક્રિકેટની સાથે ફુટબૉલ, ટેનિસ અને કબડ્ડીને પણ ફૉલો કરે છે. અન્ય સેલિબ્રિટીની જેમ તેઓ વિમ્બલ્ડન મૅચ જોવા માટે તો નહોતા ગયા પરંતુ ટીવી પર એ મૅચ જરૂર જોઈ હતી. સ્પેનના કાર્લોસ અલ્કારાઝે રવિવારે વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સ ફાઇનલમાં નોવાક જૉકોવિચને ૬-૨, ૬-૨, ૭-૬થી હરાવ્યો હતો. કાર્લોસ અલ્કારાઝે ૨૪ ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર જૉકોવિચને હરાવીને સતત બીજું વિમ્બલ્ડન ટાઇટલ પોતાને નામ કર્યું હતું. આ વિશે અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું કે ‘સ્પેન ખૂબ જ સેલિબ્રેશન કરી રહ્યું હશે. સ્પેનનો અલ્કારાઝ વિમ્બલ્ડન જીતી ગયો છે. સ્પેન 2-1થી ઇંગ્લેન્ડને હરાવીને EURO 24 પણ જીતી ગયું છે. મારો ફેવરિટ જૉકોવિચ હારી ગયો છે. મારા માટે આ ખૂબ જ ડિપ્રેસિંગ હતું. જોકે તે ખૂબ જ યુવાન પ્લેયર કાર્લોસ અલ્કારાઝ સામે હાર્યો છે, જે ખૂબ જ ટૅલન્ટેડ છે.’

