અમેરિકાના ગ્રૅન્ડ ઓક્સમાં આવેલા પ્લૅનેટ ફિટનેસ જિમમાં અમન કસરત કરી રહ્યો હતો

અમન ધલિવાલ
હૃતિક રોશનની ‘જોધા અકબર’માં કામ કરનાર પંજાબી ઍક્ટર અમન ધલિવાલને અમેરિકાના જિમમાં ચપ્પુ મારવામાં આવ્યું છે. અમેરિકાના ગ્રૅન્ડ ઓક્સમાં આવેલા પ્લૅનેટ ફિટનેસ જિમમાં અમન કસરત કરી રહ્યો હતો. એ દરમ્યાન એક વ્યક્તિએ તેને પકડીને તેને ચપ્પુની અણીએ ધરી લીધો હતો. ત્યાર બાદ તે ત્યાં હાજર લોકો પાસે પાણી માગી રહ્યો હતો. અમનને એક ક્ષણ મળતાં તેણે ફરીને એ માણસને પકડીને દબોચી દીધો હતો. ત્યાર બાદ બીજાઓ પણ દોડી આવ્યા હતા અને તેને પકડી લીધો હતો. અમનને હાલમાં હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો છે. તેને ચપ્પુ પણ વાગ્યું હતું. ત્યાર બાદ પોલીસને બોલાવવામાં આવ્યા હતા અને આરોપીને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો.