Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટોટલ ટાઇમપાસ : પુષ્પા 2એ બનાવ્યો રેકૉર્ડ અને વધુ સમાચાર

ટોટલ ટાઇમપાસ : પુષ્પા 2એ બનાવ્યો રેકૉર્ડ અને વધુ સમાચાર

19 April, 2024 06:53 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડિજિટલ રાઇટ્સ માટે મળ્યા ૨૭૫ કરોડ રૂપિયા , કેક બનાવવી ખૂબ જ પસંદ છે કિયારાને, જાહ‍્નવી કપૂરનો શુભ બાલ દિવસ

પુષ્પા 2 : ધ રૂલ ફિલ્મમાં અલ્લુ અર્જુનનો લુક

પુષ્પા 2 : ધ રૂલ ફિલ્મમાં અલ્લુ અર્જુનનો લુક


અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2 : ધ રૂલ’ના ડિજિટલ રાઇટ્સ ૨૭૫ કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા છે. આ પહેલાં એસ. એસ. રાજામૌલીની ‘RRR’ના રાઇટ્સ ૧૭૦ કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા હતા. આ રેકૉર્ડ હવે ‘પુષ્પા 2 : ધ રૂલ’ને નામે થયો છે. આ ફિલ્મના ડિજિટલ રાઇટ્સ ૨૫૦ કરોડથી શરૂ થયા હતા. જોકે તમામ ભાષાના રાઇટ્સ માટે ૨૭૫ કરોડ રૂપિયા ફાઇનલ થયા છે. આ સાથે જ આ ફિલ્મના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ પણ ખૂબ જ ઊંચા ભાવે વેચાયા છે. અનિલ થડાની નૉર્થમાં એનું ડિસ્ટ્રિબ્યુશન કરી રહ્યો છે એટલે કે હિન્દી ભાષામાં આ ફિલ્મને ડિસ્ટ્રિબ્યુશન માટે ઍડ્વાન્સમાં ૨૦૦ કરોડ આપવામાં આવ્યા છે. આ સાથે જ સાઉથમાં પણ એના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સને ખૂબ જ ઊંચી કિંમતમાં વેચવામાં આવ્યા છે. ૫૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે એનાથી વધુ કિંમતનો બિઝનેસ તો અત્યાર સુધીમાં કરી લીધો છે.

કેક બનાવવી ખૂબ જ પસંદ છે કિયારાને


કિયારા અડવાણીને કેક બનાવવી ખૂબ જ પસંદ છે. તે હવે તેલુગુ પૉલિટિકલ ઍક્શન-થ્રિલર ફિલ્મ ‘ગેમ ચેન્જર’માં દેખાવાની છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે કેક બેક કરતી અને ત્યાર બાદ એના પર બિસ્કિટ અને ચોકો ચિપ્સ નાખતી જોવા મળી રહી છે. આ વિડિયો શૅર કરીને કિયારાએ કૅપ્શન આપી હતી કે મારો ફેવરિટ સ્નેક બેક કરી રહી છું.

જાહ‍્નવી કપૂરનો શુભ બાલ દિવસ




જાહ‍્નવી કપૂરે હાલમાં જ એક ફોટો શૅર કર્યો છે જેમાં તે ખુલ્લા વાળમાં જોવા મળી રહી છે. છોકરીઓ માટે તેમના વાળ ખૂબ જ મહત્ત્વના હોય છે અને એ જ્યારે સારા દેખાય ત્યારે તેઓ ખુશ થઈ જાય છે. જાહ‍્નવીએ પણ તેની આ ખુશી શૅર કરતાં ફોટો શૅર કરી લખ્યું : પ્લીઝ રોઝ ઐસે અચ્છે હેર ડેય્ઝ દે દો... શુભ બાલ દિવસ.

કલરફુલ સોનમ



સોનમ કપૂર આહુજાએ ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શૅર કર્યા છે. આ ફોટોમાં તે વિવિધ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. તે તેની ફૅશન માટે જાણીતી છે અને તેણે હાલમાં જ ફોટોશૂટ કર્યું છે. આ ફોટો શૅર કરતાં જ તેના ફૅન્સ તેની ફૅશનસેન્સની તારીફ કરી રહ્યા છે. તેના દરેક ફોટોને પસંદ કરવામાં આવી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2024 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK