Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોતાને શેપમાં લાવવા કમર કસી રહી છે આલિયા ભટ્ટ

પોતાને શેપમાં લાવવા કમર કસી રહી છે આલિયા ભટ્ટ

25 December, 2022 12:14 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬ નવેમ્બરે તેણે દીકરીને જન્મ આપ્યો હતો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


દીકરીને જન્મ આપ્યા બાદ આલિયા ભટ્ટે હવે પોતાને ફરીથી સુડોળ બનાવવા માટે પ્રયાસ શરૂ કરી દીધા છે. ૬ નવેમ્બરે તેણે દીકરીને જન્મ આપ્યો હતો. હવે દોઢ મહિના બાદ તેણે યોગ કરવાનું શરૂ કરી દીધું છે અને એનો ફોટો તેણે શૅર કર્યો છે. એ ફોટોમાં તે એરિયલ યોગ કરતી દેખાય છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આલિયાએ કૅપ્શન આપી હતી, ‘ડિલિવરીના દોઢ મહિના બાદ ધીમે-ધીમે હું હવે મારા કોર સાથે જોડાઈ રહી છું અને એ પણ મારાં ટીચર અનુષ્કાના માર્ગદર્શન સાથે હું આ કરી શકવામાં સક્ષમ બની છું. હું તમામ મમ્મીઓને કહેવા માગું છું કે ડિલિવરી બાદ તમારું શરીર સંભાળો. એવું કાંઈ ન કરવું જે તમારું શરીર કરવા માટે મંજૂરી ન આપતું હોય. મારા વર્કઆઉટ્સનાં પહેલાં એકાદ-બે અઠવાડિયાં મેં બ્રીધ, વૉક, મારી સ્ટેબિલિટી શોધી અને ફરીથી બૅલૅન્સનો પ્રયાસ કર્યો (મને હજી ઘણો લાંબો સમય લાગશે). થોડો સમય લો, તમારા શરીરની પ્રશંસા કરો. મેં આ વર્ષે મક્કમ નિર્ધાર કર્યો હતો કે હું મારા શરીર પર વધુ પ્રેશર નહીં આપું. બાળકને જન્મ આપવો એ એક ચમત્કાર જ છે. સાથે જ તમારા શરીરને પણ એટલો જ પ્રેમ અને સપોર્ટ આપો, એટલું તો તમે કરી શકો.

તા.ક. દરેકનું શરીર અલગ હોય છે. કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ જરૂર લેજો.’


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2022 12:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK