સોમવારે, આલિયા, જેણે શાહરૂખ ખાનની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ સાથે `ડાર્લિંગ`નું સહ-નિર્માણ કર્યું હતું
શાહરુખ ખાન
શાહરુખ ખાનને ‘ડાર્લિંગ્સ’ની રિલીઝ બાદ મૅનિક્યૉર-પેડિક્યૉર કરાવવા માટે આલિયા ભટ્ટે ઇન્વાઇટ કર્યો છે. બન્ને આ ફિલ્મને લઈને નર્વસ છે. આ ફિલ્મમાં મા અને દીકરીના સંબંધો પર પ્રકાશ પાડવામાં આવશે. અગાઉ શાહરુખ અને આલિયાએ ૨૦૧૬માં આવેલી ‘ડિયર ઝિંદગી’માં સાથે કામ કર્યું હતું. આલિયાએ પોતાના પ્રોડક્શન હાઉસ ઇટર્નલ સનશાઇન સાથે ‘ડાર્લિંગ્સ’ને પ્રોડ્યુસ કરી છે. એને લઈને ટ્વિટર પર આલિયાએ ટ્વીટ કર્યું હતું, ‘એક પ્રોડ્યુસર તરીકેની આ મારી પહેલી ફિલ્મ છે. અતિશય એક્સાઇટેડ છું, તમારી સાથે આ શૅર કરવા માટે હું નર્વસ અને ઉત્સુક પણ છું.’
એના પર કમેન્ટ કરતાં શાહરુખે ટ્વીટ કર્યું હતું, ‘હું પણ ખૂબ નર્વસ છું કે તારા ઇટર્નલ સનશાઇન પ્રોડક્શન્સ સાથે તેં તારી પહેલી ફિલ્મની જવાબદારી મારી સાથે શૅર કરી છે. ફિલ્મ જ્યાં સુધી રિલીઝ નહીં થાય ત્યાં સુધી હું નખ ચાવ્યા કરીશ. હું માનું છું કે આ આપણી સારી ફિલ્મ છે. તું બધી ‘ડાર્લિંગ્સ’નો આત્મા અને સનશાઇન છે.’
ADVERTISEMENT
શાહરુખની આ કમેન્ટનો આલિયાએ મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો છે. એના પર કમેન્ટ કરતાં આલિયાએ ટ્વીટ કર્યું હતું, ‘અને તમે મારા હંમેશાં ઇટર્નલ ફેવરિટ ઍક્ટર, વ્યક્તિ અને પ્રોડ્યુસર રહેવાના છો. મારી સાથે આ ફિલ્મ કરી એ બદલ આભાર. ફિલ્મ રિલીઝ થાય ત્યાર બાદ આપણે બન્ને મૅનિક્યૉર-પૅડિક્યૉર કરાવવા સાથે જઈશું, કેમ કે ત્યાં સુધી તો આપણે બધા જ નખ ચાવી નાખ્યા હશે. તમને ખૂબ પ્રેમ કરું છું.’


