Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આલિયા બની પ્રોડ્યુસર

આલિયા બની પ્રોડ્યુસર

02 March, 2021 11:34 AM IST | Mumbai
Agencies

આલિયા બની પ્રોડ્યુસર

આલિયા બની પ્રોડ્યુસર

આલિયા બની પ્રોડ્યુસર


આલિયા ભટ્ટે પોતાનું પ્રોડક્શન હાઉસ ‘ઇટર્નલ સનશાઇન’ લૉન્ચ કરીને પ્રોડ્યુસર બનવાનું નક્કી કર્યું છે. તે શાહરુખ ખાન સાથે મળીને ‘ડાર્લિંગ્સ’ને પ્રોડ્યુસ કરવાની છે. મા-દીકરીની સ્ટોરી દેખાડતી આ ફિલ્મમાં આલિયા સાથે શેફાલી શાહ, વિજય વર્મા અને રોશન મૅથ્યુ પણ જોવા મળશે. આ એક ડાર્ક-કૉમેડી છે જેમાં મુંબઈના મિડલ ક્લાસ ફૅમિલીની સ્ટોરી દેખાડવામાં આવશે. ફિલ્મને પ્રોડ્યુસ કરતી હોવાથી આલિયા ખૂબ ખુશ છે. એ વિશે આલિયાએ કહ્યું હતું કે ‘હું ‘ડાર્લિંગ્સ’નો ભાગ બનવાથી ખૂબ એક્સાઇટેડ છું. એની પાવરફુલ સ્ટોરીમાં ખૂબ હ્યુમર અને ડાર્ક-કૉમેડી દેખાશે. એક પ્રોડ્યુસર તરીકે ‘ડાર્લિંગ્સ’ મારી પહેલી ફિલ્મ બનતાં અને મારા ફેવરિટ શાહરુખ ખાન અને રેડ ચિલીઝ સાથે કામ કરવાની તક મળતાં હું ખુશ છું.’
પોતાના પ્રોડક્શન હાઉસનો લોગો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આલિયાએ કૅપ્શન આપી હતી કે ‘મારા પ્રોડક્શન હાઉસની જાહેરાત કરતાં હું ખૂબ ખુશ છું. ઇટર્નલ સનશાઇન પ્રોડક્શન્સ. અમે તમને સ્ટોરીઝ દેખાડતા રહીશું. ખુશીની, ઉમળકાની
અને અસ્પષ્ટ, વાસ્તવિક અને અનંત સ્ટોરીઝ તમારી સામે રજૂ કરીશું.’
શાહરુખની ‘ડાર્લિંગ્સ’ સાથેના કોલૅબરેશનની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર આપતાં આલિયાએ કૅપ્શન આપી હતી કે ‘આ સ્પેશ્યલ છે. મારા પ્રોડક્શન હાઉસ ઇટર્નલ સનશાઇન હેઠળની પહેલી ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ છે. મારા ફેવરિટ શાહરુખ ખાન સાથે કામ કરી રહી છું. ફિલ્મમાં અમેઝિંગ સ્ટાર્સ છે.’


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2021 11:34 AM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK